રૂપાણી સરકાર ગોલ્ડન ગર્લ સરિતાને ૧ કરોડ રૂપિયા આપશે

0
15


ગાંધીનગર,તા.૩૧
ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ અને ભારતની ગોલ્ડર્ન ગર્લ અને ડાંગ એકસપ્રેસ તરીકે જાણીતી કુ.સરીતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન આૅફ ઈન્ડિયા દ્વારા પસંદગી થતાં સરીતા ગાયકવાડના ગામ પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. જે સરીતા ગાયકવાડે આજે ગોલ્ડમેડલ મેળવી આનંદ વધારી દીધો છે. એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવી ગુજરાતની આ દીકરીએ ડાંગનું ગૌરવ વધાર્યું છે. સરિતા ગાયકવાડે ૪૦૦ મીટર રિલે દોડમાં ગોલ્ડ મેળવ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતને આ ૧૩મો ગોલ્ડ મળ્યો છે. સરિતાએ ગોલ્ડ અપાવતાં જ તેનાં નસીબ ખૂલી ગયા છે. ગુજરાત સરકારે સરિતા ગાયકવાડ માટે એક કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ગુજરાતને ગૌરવ બક્ષનાર ગુજરાતી દીકરી માટે સરકારે ચાર હાથ ખોલીને મદદ આપવાનું નક્કી કરતાં એક સામાન્ય ઘરમાં રહેતી સરિતાના જીવનમાં હવે સુખના દિવસો આવશે. સરિતાનું ઘર હજુ કાચું છે. જ્યાંથી તે આવે છે ત્યાં વીજળી અને પાણીના પણ ફાંફા છે. ડાંગના ઘારાસભ્યે પણ એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે.
એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે પણ ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં દબદબો જાળવી રાખ્યો છે. ભારતીય મહિલા ટીમે ફોર બાય ફોર હન્ડ્રેડ મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મહિલા ટીમમાં ડાંગની સરિતા ગાયકવાડે પણ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. મહિલા રિલે ટીમમાં ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડ સહિત હિમાદાસ, પુવમ્મા અને વિસ્મયા પણ હતી. જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતનો આ ૧૩મો ગોલ્ડ મેડલ છે. સરિતાએ દોડમાં ગોલ્ડ મેડલ હાંસલ કરતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરિતાને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ કે, સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY