ગોંડલ,તા.૧૧
ગોંડલ શહેરના નાગડકા રોડ ઉપર પરિણીત કારખાનેદારે કોમ્પ્યુટર ઓપરેટીંગનું કામ કરતી યુવતીને મોહપાશમાં ફસાવવા મોબાઈલ ફોન પર ૪૫ મિનિટ સુધી મીઠી મીઠી વાતો કરી હતી. તેમ છતાં પણ યુવતી કારખાનેદારના મોહપાશમાં ન ફસાતા કારખાનેદાર દ્વારા યુવતીને આર્થિક ભીંસમાં લેવા છેલ્લા કેટલાક મહિનાનો પગાર પણ રોકી રાખવામાં આવ્યો હતો. આથી આ મામલો સિટી પોલીસ મથકમાં પહોંચવા પામ્યો હતો. યુવતી દ્વારા ૪૫ મિનિટની ઓડિયો ક્લિપ પોલીસમાં રજૂ કરાઈ હતી. યુવતી પોલીસ મથકે પહોંચી હોવાની જાણ કારખાનેદારને થતા જ તુરંત જ સમાધાન કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. તુરંત જ યુવતીને હાથ-પગ જાડી પગાર ઉપરાંત મોટી રકમ પણ આપી હતી.
અલબત્ત આ ઘટના અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી તેમ છતાં પણ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સમક્ષ પહોંચવા પામ્યો છે. કારખાનેદાર રંગીન મિજાજી હોય અગાઉ પણ કેટલીક યુવતીઓને ફસાવી હોય પોલીસતંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે અને આગામી દિવસોમાં આ કારખાનેદારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



