ન્યુ દિલ્હી,તા.૨
બિહારના મુઝફ્ફરપુરમાં બાળ ગૃહની બાળકીઓ સાથે બળાત્કારના કેસમાં હવે સુપ્રીમ કોર્ટે પોતે જ સંજ્ઞાન લીધું છે. દેશની વડી અદાલતે બાળકીઓ સાથે આચરવામાં આવેલી દરિંદગી પર કેન્દ્ર સરકારના મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, બિહાર સરકાર અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ સોશિયલ સાઈંસને નેટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટે આ કેસનું રિપો‹ટગ કરી રહેલા મીડિયાને પણ ખાસ દિશા નિર્દેશ આપ્યા છે. આ મામલે પટણાના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટને પત્ર લખીને સંજ્ઞાન લેવાની ભલામણ કરી હતી.
બિહારના મુઝફ્ફરનગરમાં આવેલા એક બાળ ગૃહમાં અનેક છોકરીઓ કે જેમાં મોટા ભાગની સગીરાઓ હતી તેમના પર કથિત દુષ્કર્મ આચરવામાં આવતા હતાં. આ બાબતને લઈને દેશભરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે દેશની વડી અદાલત એવી સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લેતા આકરા તેવર દેખાડ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને શોકિંગ જણાવતા ટાટા ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ સોશિયલ સાઈંસને પોતાનો સંપૂર્ણ અહેવાલ સોંપવાના નિર્દેશ આપ્યા છે.
સાથે જ મીડિયાને સલાહ આપી છે કે, પીડિત બાળકીઓના ફોટાઓ જાહેર ન કરવામાં આવે. આ ઉપરાંત કોઈ પણ પીડિતાનું ઈન્ટરવ્યુ કરવા પર પણ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે આ હેવાનિયત ભરેલા કાંડમાં એડવોકેટ અપર્ણા ભટ્ટને એમિક્સ ક્યૂરીના રૂપમાં નિમ્યાં છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે લાલ આંખ કરતા બાળકીઓ સાથે આચરવામાં આવેલી દરિંદગીને લઈને પર કેન્દ્ર સરકારના મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, બિહાર સરકાર તેમજ ટાટા ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ સોશિયલ સાઈંસને નેટિસ પાઠવી છે. કોર્ટે આ કાર્યવાહી પટણાના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં રાખીને હાથ ધરી છે. આ વ્યક્તિએ અદાલતને બિહારના બાળ ગૃહ મામલે સંજ્ઞાન લેવા નિવેદન કર્યું હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



