સરકારે જી.એસ.ટી.લગાવ્યો પણ એસ ટી ડેપો માં કે.એસ.ટી.(કટકી સર્વિસ ટેક્સ) ઉઘરાવનાર કોણ..?!

0
289

રાજપીપલા એસ ટી ડેપો માં મહિલા સશક્તિકરણ ના ધજાગરા….?!

રાજપીપલા એસ ટી ડેપોના શૌચાલયમાં મહિલાઓ પાસે પૈસા ઉઘરાવનાર કર્મચારી કોણ…?!

ટોયલેટ માટે 2,૫ રૂપિયા લેવાય એ સ્વાભાવિક છે પરંતુ મુતરડી માં પણ ઉઘરાણું …એ પણ ફક્ત મહિલાઓ પાસે … સરકારે આનું નામ મહિલા શશક્તીકરણ આપ્યું છે …?!

રાજપીપલા:નર્મદા જિલ્લા ના વડા રાજપીપલા ડેપોનું હાલમાંજ એક કરોડ થી વધુના ખર્ચે નવીનીકરણ થઈ રં છે સરકાર ગુજાત માં લોકોની સુવિધા માટે સ્મા્ટ પોલીસ સ્ટેશન,સ્માર્ટ ડેપો જેવા નામો આપી સુવિધા વારવાની બડાઈયો હાંકે છે ્યારે રાજપીપલા એસ ટી ડેપો માં અમુક કર્મચારીઓ સ્માર્ટ બનવા પ્રયાસ કરતા હોય એમ લાગી રહ્યું છે

રાજપીપલા એસ ટી ડેોમાં છેલ્લા બે મહિના થી ઉઠેલી બૂમ મુજબ ડેપોના શૌચાલય માં મહિલાઓ માટે ની મુતરડી માં કોઈ કર્મચારી દ્વારા પેશાબ કરવાના પણ પાંચ રૂપિયા મંગાય છે અને હાલમાંજ એક સિનિયર સિટીજન મહિલા પાસે આ પૈસા માંગતા એમને તો ચૂકવી દીધા પરંતુ મહિલા સશક્તિકરણ અને સિનિયર સીરીઝનો માટે મોટી મોટી જાહેરાતો કરતી સરકાર ને એ ક્યાં દેખાય છે કે આ વિકાસ માં પ્રજા લૂંટાઈ રહી છે અને એ પણ ખોટી રીતે જનરલી ટોયલેટ માટે 2,5 રૂપિયા લેવાય એ સ્વાભાવિક છે પરંતુ પેશાબ માટે ઉઘરાણું કરનાર કર્મચારી કોણ છે …? જોકે આ ડેપોમાં ઉભી કરાયેલી પાણી ની પરબ લોકોની તરસ બુજાવા છે અને એ પણ મફત છતાં પાણી ના પણ પૈસા ઉઘરાવતા હોવાની અગાઉ વારંવાર ફરિયાદો ઉઠી હતી ત્યારે એમ લાગે છે કે પ્રજા ના માથે સરકારે જી .એસ .ટી .નો બોજ ઝીક્યો અને હવે ડેપો જેવી જગ્યા પર મામૂલી કર્મચારીઓ દ્વારા આ કયો ટેક્સ વસુલ કરાય છે કે.એસ.ટી.( કટકી સર્વિસ ટેક્સ)..?

ડેપોનું વોટર કુલર પણ જીવલેણ સાબિત થાય એમ છે .

ડેપો માં મુકેલા વોટર કુલરનું વાયરિંગ પણ જોખમકારક લગતા એ બાબતે પણ તાત્કાલિક રેપેરેસન કરાવવા ડેપો મેનેજરે જે તે કર્મચારીને સૂચના આપી હતી મેનેજરે જણાવ્યું હતું કે
મને બોલવા કરતા યોગ્ય કામ કરવામાં રસ છે- ડેપો મેનેજર
આ બાબતે રાજપીપલા એસ ટી ડેપોના મેનેજર કૃણાલભાઈ એ આ ફરિયાદ સાંભળતાજ તાત્કાલીક લાગતા વળગતા કર્મચારીઓને બોલાવી કડક સૂચના આપી જણાવ્યું હતું અને આ ફરિયાદ નું તાત્કાલિક નિરાકરણ લાવવા જાણ કરી હતી સાથે જણાવ્યું કે મને કામ કરવામાં રસ છે ખાલી બોલવાથી સમસ્યા હલ થતી નથી

રિપોર્ટર- નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY