કેલિફોર્નિયા,તા.૨૮
ગૂગલના કર્મચારીઓએ મેનેજમેન્ટને ખુલ્લો પત્ર લખીને ચીનના ડ્રેંગનફ્લાઈ પ્રોજેકટને રદ કરવાની માંગ કરી છે. આ પ્રોજેકટ અંતર્ગત કંપની ચીન માટે સેંસર્ડ સર્ચ એન્જિન બનાવી રહી છે. આ વર્ષે ઓગસ્ટમાં તેનો ખુલાસો થયો હતો. ગૂગલના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે કંપની એટલા માટે જાઈન કરી હતી કારણ કે તે પ્રોફિટ કરતા મૂલ્યોને વધુ મહત્વ આપતી હતી. જાકે ડ્રેગનફ્લાઈ પ્રોજેકટ અને ઉત્તપીડનના આરોપીઓનો બચાવ કરવા જેવી ઘટનાઓથી તેમનો ભરોસો ખત્મ થયો છે.
ગૂગલના ૧૧ કર્મચારીઓના હસ્તાક્ષરવાળો પત્ર મંગળવારે સાંજે પ્રકાશિત થયો. થોડા જ કલાકોમાં ૩૦૦ કર્મચારીઓએ તેના સમર્થનમાં સહી કરી. ચીન માટે ગૂગલના ડ્રેગનફ્લાઈ પ્રોજેકટના માનવઅધિકાર સંગઠનો અને અમેરિકાના પોલિટિકલ એનાલિસ્ટોએ નિંદા કરી હતી. કારણ કે મિડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે સેસર્ડ સર્ચ એન્જિન પર કેટલીક વેબસાઈટ્સ અને મન રાઈટસ જેવા શબ્દો બ્લોક રહેશે.
ડ્રેગન ફલાઈનો ખુલાસો થયા બાદ ગૂગલના કર્મચારીઓએ પણ કંપનીને પારદર્શક વર્તન કરવા જણાવ્યું હતું. બાદમાં ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ એક બેઠકમાં કર્મચારીઓને જણાવ્યું હતું કે ચીનમાં સેંસર્ડ સર્ચ એન્જિન લોન્ચ કરવાની કોઈ યોજના નથી. જાકે ગત મહિને તેમણે પ્રથમવાર સાર્વજનિક રીતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગૂગલ ચીન માટે સેંસર્ડ સર્ચ એપ બનાવી રહ્યાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








