આૅડિશામાં ભાજપના મુખ્યપ્રધાનના ઉમેદવાર ધર્મેન્દ્ર પ્રધાન હશે!!

0
17

ન્યુ દિલ્હી,તા.૨૮
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન જુએલ ઓરામે જણાવ્યુ છે કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મંત્રાલયના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશામાં પાર્ટી તરફથી મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હશે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ઓડિશા કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગીના ભાજપમાં સામેલ થયા બાદ ઓરામે આના સંદર્ભે જાણકારી આપી હતી.
ઓરામે કહ્યું છે કે ઓડિશામાં ધર્મેન્દ્ર પ્રધાનના નેતૃત્વમાં ભાજપ રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડશે. તેમનું લક્ષ્ય નવીન પટનાયકને સત્તામાંથી હટાવવાનું છે અને રાજ્યમાં ઓડિશાની બહારના બ્યૂરોક્રેટ્‌સનું શાસન ખતમ કરવાનું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY