ગોરખપુર ટેરર ફન્ડિંગનો માસ્ટર માઈન્ડ રમેશ શાહ પુણેથી ઝડપાયો

0
28

ગોરખપુર,તા.૨૨
ગોરખપુર ટેરર ફન્ડિંગ મામલાના માસ્ટર માઈન્ડ રમેશ શાહની ધરપકડ કરવામાં આવી છે. યુપી એટીએસ અને મહારાષ્ટÙ એટીએસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રમેશ શાહની પુણે ખાતે ધરપકડ કરી હતી. રમેશ શાહને હવે ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર લખનૌ લાવવામાં આવી રહ્યો છે.
ડીજીપી ઓમપ્રકાશસિંહે જણાવ્યું હતું કે માર્ચમાં યુપી એટીએસે રાજ્યના વિવિધ સ્થળોએથી છ શખ્સોની ટેરર ફન્ડિંગમાં ધરપકડ કરી હતી. એ વખતે આ મામલામાં માસ્ટર માઈન્ડ તરીકે રમેશ શાહનું નામ સામે આવ્યું હતું. ત્યારથી તે ફરાર હતો. ઝાકિર નાઈકનાં વ્યાખ્યાનો સાંભળીને રમેશ શાહ દેશદ્રોહી બન્યો હતો.
રમેશ શાહ પર એવો આરોપ છે કે તે સીધો પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર સાથે સાઠગાંઠ ધરાવતો હતો અને તેના ઈશારા પર પૈસા મંગાવીને કેટલાય લોકોનાં ખાતાંમાં જમા કરાવતો હતો. ટેરર ફન્ડિંગની ચેઈન બનાવવા રમેશ શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવાલા કારોબારીઓ સાથે પણ તેનું કનેકશન હતું. આમ આ કેસમાં એનઆઈએ તપાસ કરી રહી છે તે બિહારના ગોપાલ ગંજનો રહેવાસી છે.
ડીજીપીએ એવો દાવો કર્યો છે કે રમેશ શાહના ઈશારા પર જ મધ્ય પૂર્વના દેશો, જમ્મુ-કાશ્મીર, કેરળ અને પૂર્વોત્તરનાં કેટલાંય રાજ્યોમાંથી લોટરીના નામે છેતરપિંડી દ્વારા રૂ. એક કરોડ કરતાં વધુ રકમ ત્રાસવાદીઓને પહોંચાડવા માટે આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY