ગ્રાહક ના સ્વાંગ માં આવેલ ગઠિયાઓએ કરી ચિલ ઝડપ

0
32

લખતર માં શિયાણી દરવાજા બહાર બસ સ્ટેન્ડ સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોર ના મલિક ના જણાવ્યા પ્રમાણે તેમની દુકાને બે અજાણી વ્યક્તિ ગોળ લેવા આવી હતી
આથી તેમણે તેમની દુકાન માંથી ગોળ દેખાડતા તેમને પસંદ હોવાનું જણાવી વધારે ગોળ માંગતા તેઓ ગોડાઉન માં માગ્યા પ્રમાણે વધારે ગોળ કાઢવા જતા બન્ને શખ્સો તેમના ગલ્લા માં રહેલ બેંક માં ભરવા ની 2લાખ થી વધારે માતબર રકમ લઈ તેઓ એ લાવેલી તેમની ગોલ્ડન કલર ની ગાડી લઈ ફરાર થઈ ગયા હતા આથી તેમણે ગલ્લો ચેક કરતા રકમ ના હોય તેઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશનને જાણ કરતા સી.પી.આઈ રાણા તથા ઇન્ચાર્જ પી.એસ.આઈ સોનારા તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી દુકાનદાર ની પ્રાથમિક પૂછપરછ કરી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા.

લોકચર્ચા મુજબ આ કારસ્તાન કોઈ જાણભેદુ એ આપેલ બાતમી આધારેજ થયું હોવાની શક્યતા નકારી ન શકાય.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY