‘મોદી રાજ’માં હવે સૈનિકોએ ખિસ્સાના ખર્ચે વર્દી ખરીદવી પડશે….!!!

0
32

સેનાનું બજેટ વપરાયું દારૂગોળામાં,૫૦૦૦ કરોડના ખર્ચ કરવામાં જ્યારે ૬૭૩૯ કરોડ રૂપિયાની ચૂકવણી બાકી
ન્યુ દિલ્હી,તા.૪
ભારતીય સેનાએ સરકારી ઓર્ડિનંસ (આયુધ) ફેક્ટરીઓમાંથી પોતાની ખરીદીમાં મોટા પાયે કાપ મુકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય નાના યુદ્ધોની સ્થિતિમાં તત્કાળ અસરથી મહત્વપૂર્ણ દારૂગોળો ખરીદવા માટે પૈસા બચાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુંસાર ઓર્ડિનંસ ફેક્ટરીમાંથી સપ્લાઈ થનારી પ્રોડક્ટ્‌સને ૯૪ ટકા ઓછી કરી ૫૦ ટકા સુધીના સ્તર પર લાવવામાં આવશે. સેનાને આ નિર્ણય એટલા માટે લેવો પડી રહ્યો છે કારણ કે, કેન્દ્રએ દારૂગોળાની તત્કાળ ખરીદી માટે વધારાનું ફંડ હજી સુધી આપ્યું નથી.
આ પગલાની અસર હવે સૈનિકોની વર્દીની સપ્લાઈ પર પડશે. જેમાં યુદ્ધ ડ્રેસ, બેરેટ્‌સ, બેલ્ટ, બૂટ નો સમાવેશ થાય છે. સૈનિકોએ પોતાના જ પૈસે યૂનિફોર્મ અને બીજા સિવિલિયન માર્કેટમાંથી કપડાં ખરીદવા પડશે. આ નિર્ણયથી સેનાની કેટલીક ગાડીઓના પાટ્‌ર્સની ખરીદી પર પણ અસર પડશે. સેના દારૂગોળાનો સ્ટોક બનાવી રાખવા માટે ત્રણ પ્રોજેક્ટ્‌સ પર કામ કરી રહી છે, જેના માટે હજારો કરોડ રૂપિયાના ફંડની જરૂરી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, દારૂગોળાની તત્કાળ ખરીદી માટે ૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં જ્યારે ૬૭૩૯.૮૩ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હજી બાકી છે. ૧૦ (૧) ઓર્ડર આ પ્રોજેક્ટ પર હવે કુલ ખર્ચ ૩૧,૭૩૯.૩૯ કરોડ રૂપિયા છે. જ્યારે અન્ય બે સ્કિમો પણ આગામી ૫ નહીં પણ ૩ વર્ષ માટે જ છે. સેના હવે એ સમસ્યાનો સામનો કરી રહી છે કે, આગામી બે પ્રોજેક્ટ્‌સ માટેની ચૂકવણી કેવી રીતે કરવામાં આવે કારણ કે, કેન્દ્રએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેની વ્યવસ્થા પોતાના બજેટમાંથી જ કરવામાં આવે.
અધિકારીએ ઉમેર્યું હતું કે, માર્ચમાં સેનાએ ઓર્ડિનેંસ ફેક્ટરીઝમાંથી સપ્લાઈ ઓછી કરવાનો નિર્ણય લીધો. કપડા, બુટ અને કેટલાક દારૂગોળાની સપ્લાઈ માટે ફંડને ૧૧૦૦૦ કરોડથી નીચે લાવવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે ઓર્ડિનેંસ ફેક્ટરીઝના ૯૪ ટકા પ્રોડક્ટ્‌સ સેનાને સપ્લાઈ કરવામાં આવે છે. અમે તેને ૫૦ ટકા સુધીના સ્તર પર લાવવાનો નિર્ણય લીધો છે. આ માટે ઓર્ડિનેંસ ફેક્ટરીઝને ૧૧૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી ઓછી કરી ૮૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ લાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, દારૂગોળો અને સ્પેરપાટ્‌ર્સની ઉણપ એટલે છે કારણ કે, ઓર્ડિનેંસ ફેક્ટરી જરૂરીયાતોને પૂરી કરવામાં સક્ષમ નથી. સેનાના આ પગલાથી દર વર્ષે લગભગ ૩૫૦૦ કરોડ રૂપિયા બચશે. આ રકમમાં વધુ ૪૦૦૦ કરોડ રૂપિયા ઉમેરી આ વાર્ષિક ૭૦૦૦ થી ૮૦૦૦ કરોડ રૂપિયા સુધી લઈ જવા માંગીએ છીએ. ત્રણ વર્ષમાં અમારી પાસે લગભગ ૨૪૦૦૦ કરોડ રૂપિયા જમા થશે. જેનો ઉપયોગ તત્કાલ ખરીદી અને ૧૦(૧) ઓર્ડર પૂરા કરવા પાછળ કરવામાં આવશે.
(જી.એન.એસ.)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY