ગ્રામ પંચાયતમાં ચુંટાયેલા સરપંચોનું ભાજપ દ્વારા અભિવાદન

0
138

ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચુંટાયેલા ભારતીય જનતા પાર્ટી સમર્થીત સરપંચોના અભિવાદન સમારોહમાં સરપંચોને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાથે રાખીને ચાલનારી અમારી પાર્ટી છે. ગુજરાતને દેશભરમાં બદનામ કરનારી કોંગ્રેસ પાર્ટીને ગુજરાતના પ્રજાજનો ઓળખી ગયા છે. ગુજરાત અને દેશની કોંગ્રેસનો એકમાત્ર એજન્ડા ગુજરાતની વિકાસયાત્રાના વિરોધનો રહ્યો છે. જાતિવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, વોટબેંક, ગુજરાત વિરોધ અને મોદી વિરોધ એ કોંગ્રેસીયાઓનું મોડલ રહ્યું છે.

તેમણે કહ્યું કે જયારે પ્રજાનું હિત, કલ્યાણ, વિકાસ એજ એકમાત્ર ભાજપાનું ધ્યેય છે તેમજ સર્વસમાવેશક સર્વાગિણ વિકાસ ભાજપાનો સંકલ્પ રહ્યો છે. કોંગ્રેસને વિકાસમાં નહીં વિનાશ માં રસ છે.જ્યાં જ્યાં કોંગ્રેસ હતી ત્યાં ત્યાં કોંગ્રેસે વિનાશની રાજનીતિ કરી છે. કૉંગ્રેસની જાતિવાદ અને સંપ્રદાયવાદની રાજનીતિ સામે ગુજરાતની પ્રજાએ હંમેશા શાંતિ અને એકતાનાં માર્ગનો સ્વીકાર કરી વિકાસવાદને સમર્થન કર્યું છે. ‘સબ કા સાથ સબ કા વિકાસ થકી ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ ભાજપ સરકારે કર્યો છે. પ્રગતિશીલ ગુજરાતના વિકાસની ગૌરવ ગાથા દેશ અને દુનિયામાં ખ્યાતનામ થઇ રહી છે જે ગાથાને આપણે ફરી આગળ વધારવાની છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY