મુંબઇ,
વર્લ્ડ બેંકે આશાસ્પદ ચિત્ર રજૂ કરતા કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા જીએસટી લાગૂ કરવામાં આવ્યા બાદ જે મુશ્કેલીમાં મુકાઈ હતી તે મુશ્કેલી હવે દૂર થઇ ચુકી છે. જીએસટીની મુશ્કેલીઓ સંપૂર્ણપણે ખતમ થઇ ચુકી છે. જીએસટી અમલી કરવામાં આવ્યા બાદ વિકાસદરમાં જે ઘટાડો થયો હતો તે બાબતમાંથી હવે તંત્ર બહાર આવી ચુક્યું છે. વિશ્વ બેંકના કહેવા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં અર્થવ્યવસ્થાનો વિકાસદર ૭.૫ ટકા રહ્યો છે. વર્લ્ડ બેંકે પોતાની સાઉથ એશિયા ઇકોનોમિક ફોરમમાં કહ્યું છે કે, ભારતમાં અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે જેથી દક્ષિણ એશિયાએ સૌથી ઝડપથી વિકસિત થનાર ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી સારા વરસાદની આગાહીના લીધે પણ નવી આશા જાગી છે. કૃષિ સમુદાયની સાથે સાથે ભારત સરકાર, આરબીઆઈ અને અન્ય તમામ લોકો માટે હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઇને આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ, જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં મોનસુન નોર્મલ રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





