આજે જીએસટીને ૧ વર્ષ પૂર્ણ : સરકાર માલામાલ,વેપારીઓની મુશ્કેલીઓ યથાવત્‌

0
29

૧૦ લાખ કરોડની સરકારને કમાણી છતાં રિફન્ડમાં ઠાગાઠૈયા
ન્યુ દિલ્હી,તા.૩૦
સરકારે ‘એક રાષ્ટ, એક કર’ની વાત સાથે તા. ૧-૭-૨૦૧૭ના રોજથી દેશભરમાં ય્જી્‌નો અમલ શરૂ કર્યો હતો. એક વર્ષ બાદ હવે વેપારીઓ માટે ય્જી્‌ ‘એક કર, અનેક પરેશાની’ બની રહી છે. દેશભરના વેપારીઓ અને એકસપોર્ટર્સના ૧૦ લાખ કરોડ સરકારી તિજારીમાં આવી ગયા છે છતાં સરકાર રિફંડ આપવામાં ઠાગાઠૈયા કરી રહી છે. માત્ર ગુજરાતમાં જ રૂ. ૨૦ હજાર કરોડનું રિફંડ બાકી છે. વેપારી અને ઉદ્યોગપતિઓની પાસેથી જાણે કે રોકડ જ ચાલી ગઇ હોય તેવી સ્થિતિ થતાં તેની આડઅસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. વેપારીઓને દર મહિને ય્જી્‌ના જુદા જુદા રિટર્ન ભરવા માટે કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવું પડે છે છતાં રિટર્ન ફાઇલ થઇ શકતું નથી.
ય્જી્‌ના અમલના એક વર્ષમાં ૩૦૦થી વધુ સુધારા-વધારા અને કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ય્જી્‌નો કાયદો હજુ અધિકારીઓ જ પુરી રીતે સમજી શકયા નથી તો વેપારીઓની વાત જ શું કરવી. ય્જી્‌માં વેપારીઓ પોતાની ઓફિસમાં જ રિટર્ન ફાઇલ કરી શકે તેવી સુવિધા ઉભી કરવા પ્રયાસ થયા હોવાની વાતો થઇ રહી છે પરંતુ વાતો અને વાસ્તવિકતા જુદી જ છે. ખુદ નાણાં મંત્રી સહિતના નેતાઓ રિફંડ માટે કલેઇમ કરવાના સાત દિવસમાં રિફંડ મળી જશે તેવી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતામાં સાત મહિને પણ રિફંડ મળ્યા નથી. દેશભરના વેપારીઓની રજૂઆત છે કે જા આવી જ સ્થિતિ રહી તો ચોક્કસ દેશ આર્થિક રીતે પાછળ પડી જશે.
એક વર્ષમાં ય્જી્‌માં ઘણી સ્થિરતા આવી ગઇ છે. જીએસટીએ દેશમાં આઝાદી પછીનું સૌથી મોટું ઇકોનોમિક રિફોર્મ છે. વેપારીઓના જે સૂચનો અને સમસ્યાઓ છે તેમાં સુધારો કરવા માટે સતત પ્રયાસ થઇ રહ્યો છે. અધિકારી વેપારીઓની રૂબરૂ મળીને તેમની તકલીફો સમજી રહ્યા છીએ. જીએસટીને કારણે વેપારીઓને ૧૫ પ્રકારના જુદા જુદા રિટર્ન અને જુદી જુદી ઓફિસોના ધક્કા ખાવામાંથી મુકતી મળી ગઇ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY