ગૌહાટી,તા.૨૦
આસામ સરકારે રૂપિયા ૬૦૦ કરોડની ખેડૂતોની આંશિક ઋણ માફીની જાહેરાત કર્યાના બીજા દિવસે નાણાં પ્રધાન હિમંતાબિશ્ર્વ શર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ હંગામી રાહત છે અને એનાથી રાજ્યના ચાર લાખ ખેડૂતોને લાભ મળશે.
આસામ સરકારના પ્રવક્તા અને સંસદીય બાબતોના પ્રધાન ચન્દ્રમોહન પટવારીએ મંગળવારે જણાવ્યું હતું કે ખેડૂતોની લાન માફ કરવાની યોજના મંજૂર થઇ ગઇ છે અને કેબિનેટે આજ સુધીની બધા ખેડૂતોની ૨૫ ટકા (રૂ. ૨૫૦૦૦) સુધીની લાન માફ કરવા માટે મંજૂરી આપી છે. રાજ્ય સરકાર આવતા બજેટમાં આ માટે વ્યવસ્થા કરવી પડશે.
પત્રકાર પરિષદને સંબોધતા શર્માએ જણાવ્યું હતું કે આ સબસિડી યોજના છે અને ઋણ માફી યોજના નથી. ફક્ત ૧લી એપ્રિલ, ૨૦૧૮ અને ૩૧ માર્ચ, ૨૦૧૯ વચ્ચે લેવાયેલી લાન માટે ૨૫ ટકા અને રૂ. ૨૫૦૦૦ સુધીની રકમ સરકાર સબસિડાઇઝ કરશે.
આનો લાભ રાજ્યના ચાર લાખ ખેડૂતોને લાભ મળશે અને રાજ્યની તિજારી પર રૂ. ૫૦૦ કરોડનો બોજ વધશે. આસામ ફારર્મસ ક્રેડિટ સબસિડી સ્કિમ, ૨૦૧૮ હેઠળ જે લોકોએ ઋણ ભરી દીધું હશે, એમને સરકાર ૨૫ ટકા રકમ પાછી આપશે. જે લોકોનું પેમેન્ટ બાકી છે એમણે લોનની ૭૫ ટકા રકમ ભરવી પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



