ચૂંટણી સિઝનમાં ભેટનો વરસાદ
ગૌહાટી,તા.૭
આસામના નાણા પ્રધાન હેમંત બિશ્ર્વા શર્માએ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે રાજ્યનું ૧,૧૯૩ કરોડ રૂપિયાની ખાધવાળુ બજેટ રજૂ કર્યું હતું, જેમાં નવા કોઇ કરવેરા નથી અને નવવધૂઓને એક તોલો સોનુ અને ગરીબોને એક રૂપિયે કિલો ચોખા આપવાનો પ્રસ્તાવ છે. બજેટમાં લધુમતિ સમુદાયની ક્ધયાઓ સહિત વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાનો પ્રસ્તાવ છે.
બજેટમાં ઓપનીંગ બૅલેન્સ માઇનસ ૧,૭૯૯.૮૪ કરોડ રૂપિયા છે. ૨૦૧૯-૨૦ના વર્ષ દરમિયાન ૬૦૬.૮૦ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આસામ સ્પેશ્યલ કેટેગરીના રાજ્યનો દરજ્જો ભોગવે છે, તેથી ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુનું ટર્ન ઓવર ધરાવતી કંપનીઓએ જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ) માટે નોંધણી કરાવવી પડે છે, પરંતુ નાના વ્યવસાયોને રાહત આપવા માટે સરકારે ૨૦ લાખ રૂપિયા કે તેથી વધુનું ટર્ન ઓવર ધરાવતી કંપની અથવા વ્યવસાયોને જીએસટી માટે નોંધણી કરાવવાનો પ્રસ્તાવ કર્યો છે, એમ શર્માએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




