૧૨ બોરની રાયફલ સાફ કરતી વખતે અકસ્માતે ગોળી છૂટી,વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું મોત

0
30

સુરત,તા.૧૦
વરાછામાં એક બેન્કના સિક્યુરિટી ગાર્ડનું અકસ્માતે ૧૨ બોરની રાયફલમાંથી ગોળી છૂટતા મોત નીપજ્યું હતું. ઘરમાં રાયફલ સાફ કરતા સમયે ગોળી છૂટી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં રહેતા ભગવાનભાઈ ખૂંટ ઘરની ગેલેરીમાં બેસી ૧૨ બોરની રાયફલ સાફ કરી રહ્યા હતા. દરમિયાન અકસ્માતે ગોળી છૂટી ગઈ હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ભગવાનભાઈ બેન્કમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હોવાથી તેમની પાસે રાયફલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાયફલ સાફ કરતી વેળા ગોળી છૂટતા મોત થયું કે પછી બીજું કંઈક કારણ છે એ તપાસ બાદ ખ્યાલ આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY