છોટાઉદેપુર ડીએસપી ની સીધી સૂચના મુજબ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ થી દસલાખ બોત્તેર હજાર નો વિદેશી દારૂ ઝડપાયો.

0
157

છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ની સૂચના થી નસવાડી પોલીસ સ્થાનિક બાતમીદારો ની મદદ થી બાતમી મળી હતી કે કવાંટ તરફથી ઇન્ડિકા ગાડી પાયલોટીંગ કરીને અન્ય વાહનમાં ઇંગ્લીશ દારૂ લઈ જવાની હોવા થી નસવાડી પોલીસ ખાનગી વાહનમાં રતનપુરા કેનાલ પાસે તેમજ શિઁધિકુવા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બેઠી હતી ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પૂરપાટ ગાડી દોડાવી મુકતા તેનો પીછો કરતા ચાલક અને તેનો સાથીદાર ગાડી મૂકીને ભાગી જતા તેમા તપાસ કરતા ઇંગ્લીશ દારૂ ભરેલ હતો અને થોડીવારમા પાછળ બીજી ગાડી આવતા તેનો પીછો કરતા ચાલકે રોડ ની બાજુમા બાજરી ના ખેતરમાં ગાડી ઉતારી દેતા ગાડી ફસાઈ જતા ચાલક ગાડી મૂકીને ભાગી ગયેલ તપાસ કરતા તેમા પણ ઈંગ્લિશ દારૂ હતો બંને ગાડીને નસવાડી પોલીસ સ્ટેશન લાવતા રસ્તામા પાછળ થી ત્રીજી એક સફેદ કલર ની ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા તેના ચાલકે પણ પૂરપાટ ગાડી દોડાવી મુકતા સિંધીકૂવા ત્રણ રસ્તે પોલીસ કર્મચારીઓ ને જોતા ચાલક દૂર ગાડી છોડીને ભાગી ગયેલ તપાસ કરતા ઇંગ્લીશ દારૂની પેટીઓ મળતા આ ત્રણેય વાહનને નસવાડી પોલીસ સ્ટેશન લાવી ગણતરી કરતા કૂલ રૂપિયા દસ લાખ બોત્તેર હજારનો મુદ્દામાલ પકડ્યો છે જે બાબતે કાયદેસર ની કાર્યવાહી સરવૈયા કરી રહ્યા છે અજાણ્યા તમામ તોમતદારો ને વોન્ટેડ બતાવી ગાડીના નમ્બર પરથી વાહન માલિકો સામે ગુનો દાખલ કરવા માં આવશે તેમ પોલીસ સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY