યુએસના ગકલિફોર્નિયામાં શ્વાનને મેયરની ખુરશી સોંપવામાં આવી…!!

0
9

ગકેલિફોર્નિયા,તા.૧૭
અમેરિકાના ગકેલિફોર્નિયામાં આવેલા ઇડિલવિલ્ડ શહેરમાં લોકોએ ગોલ્ડન રિટ્રીવર પ્રજાતિના શ્વાનને મેયરની ખુરશી સોંપવામાં આવી છે. નવનિયુક્ત મેયરનું નામ મેક્સિમસ મ્યૂલર ટુ છે.
મેક્સિમસ મ્યૂલર ટુને અનેક જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેને પૂરી કરવામાં તેની મદદ માટે બે ડેપ્યુટી મેયરની પણ નિમણૂક કરવામાં આવી છે.
બંને ડેપ્યુટી મેયર પણ ગોલ્ડન રિટ્રીવર પ્રજાતિના શ્વાન છે. તેના નામ માઇકી અને મિત્ઝી છે. માઇકી અને મિત્ઝી ભાઇ-બહેન છે તથા મેક્સિમસ મ્યૂલર ટુ તેનો કઝિન છે.
મેક્સિમસ મ્યૂલર ટુ પહેલાં મેક્સિમસ મ્યૂલર વનને વર્ષ ૨૦૧૨માં શહેરનો મેયર બનાવવામાં આવ્યો હતો. કામકાજમાં સરળતા રહે તે માટે તેમને એક ગાડીની સુવિધા પણ આપવામાં આવી હતી.
નવા મેયરની મુખ્ય જવાબદારી છે કે તે પ્રવાસીઓ, સ્તાનિક લોકો અને મીડીયા સાથે તસવીરો Âક્લક કરાવે. તેને શહેરમાં આયોજિત થતાં કાર્યક્રમોમાં હાજરી આપવાની રહેશે.
એનિમલ રેસ્ક્્યૂ ફ્રેન્ડ્‌સે ચૂંટણીનું આયોજન કર્યુ હતું જેમાં સ્થાનિક લોકોએ પાલતુ જાનવરોને ઉમેદવાર બનાવ્યાં હચાયં ઉલ્લેખનીય છે કે ઇડિલવિલ્ડ શહેરમાં કોઇ સત્તાવાર નીગમ નથી. અહીના લોકો પશુઓ પ્રત્યે સંવેદનશીલતા વધારવા માટે અનોખી પહેલ કરી રહ્યાં છે. આ મેયરની ખુરશીની કોઇ કાનૂની માન્યતા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY