ગુજરાતનો કેસ મેડિકલ જર્નલમાં પબ્લિશ કરાશે

0
12

અમદાવાદ, તા.૨૨
ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો. હિતેષ શાહે જણાવ્યું કે, દર્દી બેભાન અવસ્થામાં હોવાથી સાથે હૃદયના ધબકારા અને શ્વાસ બરાબર ચાલતા ન હતા. સાથો સાથ દર્દી કિડની ફેલ્યોર, ડાયાબીટીસ અને ન્યુમોનિયાની સાથે પાંચ વર્ષ પહેલાં ગંભીર હાર્ટ એટેક આવતાં તેમણે જ આ દર્દીની એન્જિયોપ્લાસ્ટી પણ કરી હતી. જેથી ઓપરેશન દરમિયાન દર્દીનું ઇન્ફેકશન, હૃદયમાં પંકચર, પાણી ભરાઇ જવું અને ઓપરેશન ટેબલ પર મૃત્યુની શક્યતા હતી.પરંતુ તમામ તૈયારીઓ અને બધાના વિશ્વાસ વચ્ચે અમે તા.૧૦મી જુલાઇએ પરમેનન્ટ પેસમેકર મશીન મુકવાની સફળ સર્જરી કરી, તેમજ સાત દિવસ સુધી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખ્યા અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ દર્દીને તા.૧૭ જુલાઇનાં રોજ રજા આપવામાં આવી હતી. એક મહિના પછી પણ દાદા સ્વસ્થ છે. દરમિયાન ૯૮ વર્ષની વયનાં દર્દીમાં એક સાથે વધુ કોમ્પિલેકશન હોય અને છતાં તેમાં સફળતાપૂર્વક પરમેનન્ટ પેસમેકર(પીપીઆઇ) મુકાયાનો રાજયનો પ્રથમ કેસ છે. હજુ સુધી આટલા કોમ્પિલકેશન્સ સાથે સફળ પીપીઆઇ મુકાયાનો એક પણ કેસ રિપોર્ટ થયો નથી, જેથી ગુજરાતના આ સૌ પ્રથમ કેસને મેડિકલ જર્નલમાં પબ્લિશ કરાશે. તબીબી આલમમાં આ કિસ્સાને લઇ ભારે ચર્ચા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY