ગાંધીનગર,તા.૭
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાતમાં પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલાના બનાવને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતમાં હુમલાના બનાવમાં ૩૪૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. પરપ્રાંતિય પર હુમલાના બનાવ મોટા ભાગે સાંજે બને છે.
ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હુમલાની એક-બે ઘટના બની છે. શહેરમાં એસઆરપીની ૪ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં ૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
૧૪ માસની બાળા પર દુષ્કર્મની ઘટના બાદ ઉત્તર ગુજરાતના બે જિલ્લા મહેસાણા અને સાબરકાંઠા પ્રભાવિત હતા. ત્યારે આજે ડીજીપી ઝાએ આ બંને જિલ્લામાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ હોવાનું જણાવ્યું હતું.
રાજ્યમાં ક્્યાંય પણ શાંતિ ડહોળવાનો બનાવ ન બને તે માટે એક્શન પ્લાન બનાવ્યો છે. મોટા ભાગે સાંજના સમયે પરપ્રાંતિય પર હુમલા થતાં હોવાથી એસપી કક્ષા સુધીના અધિકારીઓ સતર્ક રહીને આ વિસ્તારમાં જઈને સુરક્ષા ચકાસશે. એસઆરપીની ૧૭ કંપનીઓ ફાળવવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



