મેલુ કાઢવાનાં બહાને મહિલા પર ભૂવાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
17

કોટડાસાંગણી,તા.૭
કોટડાસાંગાણીના કરમાળ પીપળીયા ગામે ૬૦ વર્ષના ભુવાએ મેલુ કાઢવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચરનાર ભૂવાની પોલીસે ધરપકડ કરી છે. સમાજમા અવારનવાર તાંત્રીકો અને ભૂવાઓ દ્વારા અંધશ્રધ્ધામાં ફસાવીને લોકોને ગેરમાર્ગે દોરવાના તેમજ રૂપિયા પડાવી લેવા અને મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક બનાવ કરમાળ પીપળીયામાં સામે આવ્યો હતો. જ્યા બની બેઠેલા ભૂવાએ એક ૩૬ વર્ષીય મહીલાને મેલુ કાઢવાના અને તેમના પંદર વર્ષના માનસિક બીમાર બાળકને સારૂ કરી દેવાના બહાને કરમાળ પીપળીયા સ્થિત આરોપી શંભુ નાથા ગોહેલે પોતાની વાડીએ હવન કરવાને બહાને બોલાવી ૩૬ વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરીયાદ બે દિવસ પૂર્વે કોટડાસાંગાણી પોલીસમાં નોંધાઇ હતી.
આ પંથકમા ચકચાર મચી જવા પામી હતી અને આરોપી ધર્મના નામે ધતીંગ આચરી મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજારતા આ વિસ્તારના લોકોમા ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. પોલીસે આરોપી શંભુ નાથા ગોહેલની ધરપકડ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY