ગુજરાતના ૫૭ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

0
41

અમદાવાદ,તા.૧૮
રાજ્યમાં વરસાદી માહૌલ વચ્ચે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જાર યથાવત રાખીને ૫૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૧૨ મીમી એટલે કે સાડા સોળ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૨૮૩ મીમી એટલે કે અગિયાર ઇંચથી વધુ અને નવસારી જિલ્લાના વાંસદામાં ૨૪૫ મીમી એટલે કે દશ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮.૦૭.૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાક દરમિયાન વધઈ તાલુકામાં ૨૧૪ મીમી માંગરોળમાં ૨૧૦ મીમી મળી કુલ બે તાલુકામાં આઠ ઇંચથી વધુ, રાણાવાવ તાલુકામાં ૧૯૪ મીમી, માળીયામાં ૧૯૧ મીમી મળી કુલ બે તાલુકામાં સાત ઇંચથી વધુ, લાલપુરમાં ૧૫૬ મીમી, કેશોદ અને વંથલીમાં ૧૫૫ મીમી, ગણદેવીમાં ૧૫૩ મીમી મળી કુલ ચાર તાલુકામાં છ ઇંચથી વધુ, જામજાધપુરમાં ૧૪૭ મીમી કુતિયાણામાં ૧૪૬ મીમી, ઉના-ડોલવણ અને ચીખલીમાં ૧૩૪ મીમી, ગીરગઢડામાં ૧૨૮ મીમી મળી કુલ છ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના કોડીનાર તાલુકામાં ૧૦૫ મીમી એટલે કે ચાર ઇંચથી વધુ, સુત્રાપાડા અને જાફરાબાદમાં ૯૮ મીમી, ખેરગામમાં ૯૭ મીમી, જામનગરમાં ૯૧ મીમી, માંડવી અને સુબીરમાં ૮૫ મીમી, કપરાડામાં ૮૩ મીમી, વલસાડમાં ૭૭ મીમી મળી કુલ ૮ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૭૨ મીમી, ડાંગમાં ૭૦ મીમી, કાલાવડમાં ૫૯ મીમી, દ્ધારકામાં ૫૭ મીમી, ધરમપુરમાં ૫૪ મીમી, ઉમરગામમાં ૫૨ મીમી મળી કુલ સાત તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY