ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું….

0
84

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં ગુજરાત રાજ્યમાં ગુજરાતી માધ્યમનું ૭૨.૪૫ ટકા પરિણામ અને અંગ્રેજી માધ્યમનું ૭૪.૯૧ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.આ પરિણામમાં સમગ્ર રાજ્યમાં રાજકોટએ ૮૫.૦૩ ટકા પરિણામ મેળવી પ્રથમ આવ્યું હતું જ્યારે રાજ્યનું સૌથી ઓછું પરિણામ ૩૫.૬૪ ટકા છોટા ઉદેપુરનું આવ્યું છે.

ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલ ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાંથી કુલ ૫૯ શાળાઓમાંથી ૩૭૨૯ વિદ્યાર્થીઓએ આપી હતી જેમાંથી આજ રોજ જાહેર થયેલ પરિણામમાં ભરૂચ જિલ્લાનું ૬૨.૩ ટકા પરિણામ જાહેર થયું છે.જેમાં કુલ ૨૪૬૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.ભરૂચ જિલ્લામાં દરેક કેન્દ્રો પર લેવાયેલ પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર કેન્દ્રનું સૌથી વધારે ૭૫ ટકા પરિણામ આવ્યુ છે જયારે જંબુસરનું તાલુકાનું સૌથી ઓછું ૫૯ ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં ભરૂચ જિલ્લામાંથી કુલ ૫ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં પાસ થાય છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એ-૧ ગ્રેડમાં આવનાર વિદ્યાર્થીઓ (૧) જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ- ૯૯.૭૫% અધવૈત સ્કૂલ,ભરૂચ.(૨) ઉદિત મોદી-૯૬.૩૧% સર્વોદય સ્કૂલ, અંકલેશ્વર (3) ગોહિલ નીલ વિપુલકુમાર-૯૯.૮૯%, નારાયણ વિદ્યા વિહાર,ભરૂચ
(૪) ભાવયસિંહ પ્રવિણસિંહ મંગરોલા-૯૯.૮૧% નારાયણ વિદ્યા વિહાર, ભરૂચ.(૫) વિરડીયા શ્રેય અશોકભાઈ- ૯૨.૪૬% પી. પી.સવાણી સ્કૂલ, અંકલેશ્વરનો સમાવેશ થાય છે.

આ પરિણામ જાહેર થતાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણાએ ઉત્તીર્ણ થયેલ સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને નાપાસ થયેલ વિદ્યાર્થીઓને નાસીપાસ થાય વગર ફરી આવનાર પરીક્ષામાં પાસ થાવ એવી પણ અપીલ કરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY