વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આજે ચાર વર્ષ પૂર્ણ કરી ચુકી છે ત્યારે અડધા અધુરા શુક્લ પક્ષની સાથે કૃષ્ણ પક્ષના ચાર મુખ્ય પાસા રહેલા છે. જેમાં પ્રથમ પાસા તરીકે મોંઘવારી પર અંકુશ નહીં મુકવાની બાબતનો સમાવેશ થાય છે. શાસનના શરૂઆતી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં જારદાર ઘટાડો થયો હતો. મોંઘવારીમાં પણ ઘટાડો થયો હતો. આ તમામ સારી સાનુકુળ સ્થિતી હોવા છતાં ખેડુતોને વધી ગયેલા સમર્થન મુલ્ય આપવાના ઇન્કારના કારણે મોદી સરકારને શરૂઆતમાં મોંઘવારી પર અંકુશ મુકવામાં સફળતા મળી હતી. તેને સારા શાસનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા બાદ મોડેથી મોંઘવારીમાં વધારો થવાની શરૂઆત થઇ હતી. હાલના સમયમાં તેલની કિંમતો આસમાને પહોંચી ગઇ છે. જેના કારણે સામાન્ય લોકોમાં નારાજગી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડુતોને પણ ભારે વિરોધ બાદ વધી ગયેલી કિંમતો પૈકી કેટલીક કિંમતો આપવાની ફરજ સરકારને પડી રહી છે. કૃષ્ણ પક્ષના બીજા પાસા તરીકે સરકાર દ્વારા સ્વદેશી મુડીને સ્થાનિક મોરચા પર રોકવા માટે રોકાણકારોને સમજાવવામાં નિષ્ફળતા પણ છે. કારોબાર કરવાની સરળ રીત અપનાવવામાં આવી રહી છે. જે આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે તેમાં કોઇને રસ નથી. કૃષ્ણ પક્ષના ત્રીજા પાસા તરીકે રોજગારીના મોરચે પુરતી સફળતા ન મળવાની બાબત પણ છે. રોજગારી સર્જનના મામલે સરકાર ફ્લોપ રહી છે. મુદ્રા યોજના દ્વારા પણ લાભ આપવાના મામલે સરકારને નિષ્ફળતા મળી રહી છે. આ યોજના એક વ્યક્તિને સરેરાશ ૨૧ હજાર રૂપિયા જ આપી શકી છે. કૃષ્ણ પક્ષના ચોથા પાસા તરીકે કૃષિની કફોડી હાલત છે. કૃષિમાં મુડીરોકાણની સ્થિતી બ્રેક જેવી થઇ ગઇ છે. રોકાણ અને ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાં ઘટી જતા આ ક્ષેત્રની હાલત કફોડી બની રહી છે. તેની કફોડી હાલતના કારણે કૃષિને લઇને લોકો ઉદાસીન દેખાઇ રહ્યા છે. ખેડુતોને તેમની પેદાશ બદલ પુરતા નાણાં મળી રહ્યા નથી. ખેડુતોને પુરતા પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહ્યુ નથી. આવી સ્થિતીમાં ખેડુતો આ ક્ષેત્રમાં પહેલાની તુલનામાં ઓછા આશાસ્પદ દેખાઇ રહ્યા છે. ખેડુતોને ઉત્પાદનમાં જે નાણાં ખર્ચ થઇ રહ્યા છે તેની તુલનામાં હજુ પુરતા પૈસા મળી રહ્યા નથી. આંકડાની બાજીગરીમાં લોકોને વધારે રસ નથી. કારણ કે લોકો તો પરિણામ ઇચ્છે છે. ટુંકમાં રોજગારી, કૃષિ અને મોંઘવારીના ક્ષેત્રમાં અપેક્ષા કરતા ઓછી સફળતા મળી છે.
S.S.S
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



