ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ભરૂચ જિલ્લામાં ૫ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવ્યો.

0
19

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પરિણામમાં ભરૂચ જિલ્લામાંથી કુલ ૫ વિદ્યાર્થીઓ એ -૧ ગ્રેડ મેળવી પોતાનું અને પોતાની શાળાનું નામ રોશન કર્યું છે ત્યારે ભરૂચ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળામાંથી બે વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ એ-૧ ગ્રેડમાં ગોહિલ નિલ વિપુલકુમારે ૯૯.૮૯ પર્સન્ટાઇલ મેળવ્યા હતાં જયારે માંગરોલા ભવ્યસિંહ પ્રવીણસિંહે ૯૯.૮૧ પર્સન્ટાઇલ મેળવી શહેર અને જિલ્લામાં પોતાનું અને શાળાનું નામ રોશન કરવા બદલ નારાયણ વિદ્યા વિહાર શાળા પરિવાર તરફ થી અભિનંદન પાઠવીયા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY