ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થાસપના દિન રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત ર્ડા. આંબેડકર ભવન ભરૂચ ખાતે રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન

0
50

ભરૂચઃ
ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થા પના દિન રાજ્યચકક્ષાની ઉજવણી અંતર્ગત ર્ડા. આંબેડકર ભવન – ભરૂચ ખાતે જિલ્લા રોજગાર કચેરી ધ્વાયરા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યા દુષ્યંવતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટિર રવિકુમાર અરોરા ઉપસ્થિરત રહ્યાર હતા.
આ પ્રસંગે ધારાસભ્યય દુષ્યં્તભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશભરમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપનારૂં રાજ્યૌ બન્યુંર છે તથા ગુજરાતમાં ૮૫ ટકા સ્થાકનિક રોજગાર વાંચ્છુાઓને જ રોજગારી આપવા રાજ્યા સરકાર સતત મોનિટરીંગ કરી રહી છે. ગ્રામીણ વિસ્તાવરમાં ખૂબ મહેનત કરીને તકલીફ વેઠીને શિક્ષિત થયેલ યુવક-યુવતિઓના નોકરી મેળવવાનું એક માત્ર સ્વમપ્નખને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબધ્ધર છે અને અહીં યોજાયેલા ‘રોજગાર ભરતી’ મેળામાં આજે ૨૦ ઉદ્યોગ એકમો ધ્વારરા ૨૧૪૩ જેટલી જગ્યાટ પર ભરતી થશે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં રોજગારીની વિપુલ તકોના કારણે માત્ર ગુજરાત નહી દેશભરમાં આકર્ષણ રહ્યુંત છે. રાજ્યદ સરકાર યુવાનોને રોજગારી મળે તે માટે સતત ચિંતિત છે. તેમણે સ્થાુનિક ઉમેદવારોની ઉદ્યોગકારો પસંદગી કરે તેવી અપેક્ષા સેવી હતી.
જિલ્લા કલેક્ટીર રવિ અરોરાએ ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થાથપના દિન રાજ્યગકક્ષાની ઉજવણી અંતર્ગત રોજગાર ભરતી મેળાનું આયોજન ટૂંક સમયમાં કરાયું તે સરાહનીય હોવાનું જણાવી આ રોજગાર ભરતી મેળાથી રોજગાર વાંચ્છુક યુવાનોને રોજગારી પ્રાપ્તહ થવાની છે તે તમામને શુભેચ્છાા પાઠવી હતી અને સરકારનો સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરી જીવનમાં સુખ-સમૃધ્ધિ્ મેળવશે એવી અભિલાષા વ્યમક્તસ કરી હતી.
આ રોજગાર ભરતી મેળા કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ સહિત ઓદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યાશમાં રોજગારવાંચ્છુંન યુવાવર્ગ ઉપસ્થિજત રહ્યોા હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY