ચવાજ વિડીઓકોન ના કર્મચારીઓ દ્વારા ગુજરાત કામદાર સમાજ ના નેજા હેઠળ પડતર પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર ને આવેદન પાઠવી ન્યાય ન મળે તો ધરણા ની ચીમકી અપાઇ.

0
671

આજ રોજ ભરૂચના ચવાજ ગામ નજીક આવેલ વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કર્મચારીઓએ ગુજરાત કામદાર સમાજના નેજા હેઠળ જિલ્લા સમાહર્તા સંદીપ સાંગ્લે ને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી કે વિડીઓકોન કંપનીમાં જુદાં જુદાં વિભાગોમાં ૧૭૬ જેટલાં કામદારો ફરજ બજાવે છે.અને ભરૂચ ખાતે આવેલ કંપનીમાં ફરજ બજાવતાં કામદારોનો છેલ્લાં ૬ માસથી પગાર અનિયમિત કરતા આવેલ છે.જેથી કામદારોને ઘરનું ગુજરાન ચલાવવામાં અને બાળકોની સ્કૂલ ફી ભરવામાં ઘણીજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.જે અંગેની રજૂઆતો અગાઉ પણ ભરૂચ આસિસ્ટન લેબર કમિશ્નર ને પણ લેખિત માં કરેલ હોઈ તેમ છતાં પણ આજ દિન સુધી કંપની સામે કોઈ સખત પગલાં કે જવાબ પણ લેવામાં આવતો નથી.સને ૨૦૧૬ અને ૨૦૧૭નું બાકી નીકળતું એક વર્ષનું બોનસ પણ હજુ મળ્યું ના હોઈ તેની પણ બોનસ ઈન્સ્પેક્ટર ને રજૂઆતો કરેલ હોઈ જેનો યોગ્ય નિકાલ ના અવતાં આજ રોજ મોટી સંખ્યામાં વિડીઓકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કામદારોએ કલેકટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
કે વહેલી તકે અમારી ન્યાયીક માંગણીઓ નહીં સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા કરવાની ફરજ પડશે તેમચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY