રાજ્યમાં હિટવેવ ઈફેક્ટ,લૂ લાગવાથી મહિલાનું મોત

0
128

ગાંધીનગર,
તા.૨૬/૦૩/૨૦૧૮

રાજ્યમાં દિવસેને દિવસે ગરમીમાં વધારો જાવા મળી રહ્યો છે. તેમજ હીટ વેવથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. સુરેન્દ્રનગરથી ભડીયાદ પીર દરગાહ ઉર્સમાં પગપાળા સંઘ સાથે જતી એક મહિલાનું લીંબડી ગામ પાસે મોત નિપજ્યું છે. આ મહિલાનું ચાલીને જતા લૂ લાગવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ હિટ વેવની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ ૫ સ્થળો પર સૌથી વધુ ગરમી પડશે. આ પાંચ સ્થળોમાં જૂનાગઢ, દીવ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં સૌથી વધુ હિટ વેવ રહેશે. ઉલ્લેખનીય છે કે, દરિયા કાંઠા વિસ્તારમાં વધુ ગરમી જાવા મળવાની આગાહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY