ચીની બનાવટના લડાકુ વિમાન જેએફ-17ની તૈનાતી કરશે
લાંબા સમય સુધી ગુજરાત સરહદે શાંત રહ્યા બાદ પાકિસ્તાને હવે નવી લશ્કરી હિલચાલ શરૂ કરી છે. ગુજરાત બોર્ડરને અડીને પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના લડાકુ વિમાનો માટે નવુ એરબેઝ ઉભુ કર્યુ છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદ્રાબાદ જિલ્લાના ભાલોરી ખાતે આ એરબેઝ બનાવવામાં આવ્યુ છે. જ્યાં પાકિસ્તાનની વાયુ સેના ચાઈનીઝ બનાવટના જેએફ-17 લડાકુ વિમાનો તૈનાત કરશે. સંરક્ષણ વિભાગના સૂત્રોનુ કહેવુ છે કે એરબેઝ તો છેલ્લા કેટલાક સમયથી અસ્તિત્વમાં છે પણ લડાકુ વિમાનોની ઉડાન અને વધતી જતી ગતિવિધિઓ નવી વાત છે.પાકિસ્તાન તેના પૂર્વ મોરચા પર ભારતીય વાયુસેનાની તાકાતની બરાબરી કરવા માટે મોટી સંખ્યામાં જેએફ-17 લડાકુ વિમાન પોતાની વાયુસેનામાં ઉમેરી રહ્યુ છે. પાકિસ્તનાનના નેવી કમાન્ડો પણ હૈદ્રાબાદ પાસે લશ્કરે તોઈબાના આતંકવાદીઓને દરિયાઈ માર્ગે ભારત પર આતંકવાદી હુમલા માટે તાલીમ આપતા હોવાની બાતમી પહેલા પણ ગુપ્તચર એજન્સીઓને મળી ચુકેલી છે. પાકિસ્તાનની હિલચાલને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ સરકારે ગુજરાતના ડિસા ખાતે લડાકુ વિમાનો માટે નવુ એરબેઝ બનાવવાની યોજનાને મંજુરી આપેલી છે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






