અમદાવાદ,તા.૨૯
ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર છે અને આ વાત ઓપન સિક્રેટ છે. તેમાં પણ અમદાવાદી યુવાઓ તો દારૂ અને ડ્રગ્સમાં ડૂબેલા રહે છે. રાત્રે વસ્ત્રાપુર પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલા એક ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. મોડી રાત્રે પોલીસે ફ્લેટમાં રેડ કરીને દારૂની ચાર બોટલ પણ કબજે કરી હતી. તેમજ દારૂ પીવા અને દારૂ રાખવાની પરમિટ ન હોવાને લઈ ગુનો દાખલ કર્યો હતો.
રાત્રે વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, સિંધુભવન રોડ પર આવેલા સોમ્પોલ એપાર્ટમેન્ટમાં કેટલાક યુવક દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે ફ્લેટમાં રેડ પાડતા દારૂ પી રહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે ત્રણેય યુવાનો એવા દેવાંગ બારોટ (ઉ.વ.૨૮, રહે. બોડકદેવ), હિમાંશુ ઠક્કર (ઉ.વ.૨૯, રહે. સેટેલાઈટ) અને મનન કાંજાણી (ઉ.વ.૨૮, રહે. માણેકબાગ સોસાયટી, સેટેલાઈટ)ની પૂછરપછ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



