ગાંધીનગર,તા.૨૮
ગુજરાત હાઇકોર્ટના પુર્વ જસ્ટીસ પી પી ભટ્ટની નિમણુંક ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રીબ્યુનલ (ITAT) ના પ્રેસીડન્ટ તરીકે થઇ છે. આ ટ્રીબ્યુનલના પ્રેસીડન્ટ થનારા પી પી ભટ્ટ પહેલાં ગુજરાતી છે.
૧૯૪૧માં બનેલ ITAT ભારતમાં બનેલ સૌથી જુનુ ટ્રીબ્યુનલ માનવામાં આવે છે. આ ટ્રીબ્યુનલમાં ટેક્સને લગતી અપીલો કરવામાં આવે છે અને હાલ ૯૦,૦૦૦ અપીલો પેન્ડીંગ છે.
જસ્ટીસ પી પી ભટ્ટ અગાઉ ઝારખંડ હાઇકોર્ટના જસ્ટીસ રહી ચુકિયા છે. અને ૨૦૧૧માં તેમણે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ તરીકે શપથ લીધા હતા. અમદાવાદની સર એલ એ શાહ લો કોલેજમાંથી લોની ડીગ્રી લઇને વકિલ તરીકેની લાંબો સમય પ્રેક્ટીસમાં પી પી ભટ્ટે સીવીક ઇસ્યુથી લઇને કંપનીઓના ટેક્સેશનના અનેક કેસો લડ્યાં હતા.
મુંબઇ સ્થિત ઇન્ક્મટેક્સના પ્રિન્સિપલ કમિશનર એ એ શંકરે પી પી ભટ્ટનું ટેક્સ એપલેટ ટ્રીબ્યુનલના વડા તરીકે સ્વાગત કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



