ગુજરાત સરકાર એક તરફ જનની શિશુ સુરક્ષા ની જાહેરાતો કરે છે પણ…

0
128

રાજપીપળામાં એ બાબતે આ જાહેરાતો સામે ખાનગી હોસ્પિટલો માં અંધેર વહીવટ

કેટલીક ખાનગી હોસ્પિટલો માં ગર્ભવતી મહિલાઓ ને ફરજીયાત ઓપરેશન માટે અનેક પ્રકાર ના દબાણ થતા હોવાની ફરિયાદ અને સરકારી હોસ્પિટલો માં ન જવા પણ દબાણ છતાં આરોગ્ય વિભાગ નું મૌન…?!

રાજપીપળા: ગુજરાત સરકાર જનની અને શિશુ સુરક્ષા માટેની મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે આ બાબતે ઘણી સમસ્યા જોવા મળી છે જેમાં ખાસ તો અમુક ખાનગી હોસ્પિટલો માં ગર્ભવતી મહિલાઓ સાથે ખરાબ વર્તન અને ફરજીયાત સીઝર માટે ગભરાવવામાં આવતી હોવાની છાસવારે ફરિયાદો સંભળાઈ રહી છે અને ઓપરેશન માં તગડી રકમની રોકડીકરવા દર્દીને સરકારી હોસ્પિટલ માં ન જવા બાબતે પણ પ્રેસર અપાતું હોય છે અને આ બાબતે આરોગ્ય વિભાગ જાણતું હોવા છતાં મૂંગા મોઢે તમાશો જોતું હોય એમ મૌન સેવતા અનેક સવાલો ઉભા થાય છે અને જો કોઈ દર્દી ફરિયાદ કરે તો તેની પર અનેક પ્રેસર લાવવા પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા જનની શિશુ અભિયાન ના રીતસર ના ધજાગરા ઉડતા જોવા મળે છે તો શું ગર્ભવતી મહિલાઓ ને થતા અન્યાય સામે આરોગ્ય વિભાગ કોઈજ પગલાં નહિ લે…?! અને કેટલીક ખાનગી હોસ્પિટલો માં દર્દીઓ એમજ લુંટાતા રહેશે…? એ મોટો સવાલ હાલ રાજપીપલાના લોકો માં ચર્ચા માં છે

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY