બેંગ્લુરુ,તા.૨૪
બેંગલુરુમાં બીટકોઈન ખરીદવા તેમજ વેચવા માટે એટીએમ મશીન ખોલવામાં આવ્યું હતું. દેશમાં પહેલીવાર ખોલાયેલા ક્રિપ્ટોકરન્સી બીટકોઈનના આ એટીએમને લઇ ઘણી ચર્ચાઓ હતી, પરંતુ હવે આ મામલે પોલીસ દ્વારા શિકંજા કસવામાં આવ્યો છે.
પોલીસે એક્શન લેતા બેંગલુરુમાં ખોલાયેલા બીટકોઈન એટીએમ મશીનને જપ્ત કરાયું છે અને સાથે સાથે આ એટીએમના સંચાલકની પણ ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ગેરકાયદેસર બતાવતા જણાવવામાં આવ્યું કે, “વિના કોઈ પરવાનગી વગર એટીએમ કિઓસ્કની સ્થાપના કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે, જ્યાં તેઓને ૭ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બેંગલુરુના જૂના એરપોર્ટ રોડ સ્થિત એક મોલમાં હરિશ બીવી નામના એક વ્યÂક્ત દ્વારા આ એટીએમ કિઓસ્કનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. હરિશ યુનોકોઈન ટેકનોલોજીનો કો-ફાઉન્ડર પણ છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા એટીએમ મશીન જપ્ત કરવાની સાથે જ અહિયાથી ૧.૮ લાખ કેસ, એક ટેલર મશીન, બે લેપટોપ, એક મોબાઈલ, ત્રણ ક્રેડિટ કાર્ડ, એક પાસપોર્ટ સહિત ઘણો સામાન જપ્ત કર્યો છે.
બીટકોઈન એટીએમ બનાવનાર કંપની એનસીઆર દ્વારા બનાવવામાં આવેલું આ એટીએમ સામાન્ય એટીએમથી અલગ છે. આ એટીએમમાં ક્રેડિટ તેમજ ડિબેટ કાર્ડના સ્લોટને બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા બેંકો પર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




