ગુણોત્સવ પ્રાથમિક શાળાની ભૌતિક સજ્જતા સાથે ગુણવત્તાલક્ષી સજ્જતાના નિર્માણનો વિકાસયજ્ઞ બન્યો છે

0
89

સૂરતઃ બુધવારઃ-
સમગ્ર ગુજરાતની આવનારી પેઢીને જ્ઞાનવાન, સામથ્ર્યવાન બનાવવાના સુદઢ આશયથી બાળકોનું વાંચન, લેખન અને ગણનકરીને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાના મહાઅભિયાન સમા ગુણોત્સવનું આગામી તા.૬ અને ૭મી એપ્રિલ દરમિયાન સમગ્ર રાજયમાં પ્રારંભ થઈ રહ્યો છે. જે અન્વયે સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના બાળકોના સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને બાળકોને કેવી રીતે વધુ સુજ્જ બનાવી શકાય તેનું મથંન થશે.
બે દિવસ દરમિયાન સુરત જિલ્લાની ૧૦૩૧ જેટલી પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ, ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓના ૧,૨૬,૪૬૨ બાળકોના વાંચન, લેખન અને ગણનનું સર્વગ્રાહી મૂલ્યાંકન નિગમના ચેરમેનશ્રીઓ, સેક્રેટરીઓ, સનદી અધિકારીઓ સહિત ૯૪ જેટલા અધિકારીઓ-પદાધિકારીઓ જોડાશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ભણતર, ગણતર અને ઘડતરના ત્રિવેણી સંગમથી સર્વાંગી વિકાસની ચિંતા આ ગુણોત્સવમાં કરવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, ગુણોત્સવથકી શાળાઓનું એ-પ્લસ, એ, બી, સી અને ડી કેટેગરીમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. જિલ્લામાં ગત ૨૦૧૬, ૨૦૧૭ના વર્ષનું મૂલ્યાંકન જોઈએ તો ૨૦૧૬માં એ-પ્લસ ગ્રેડમાં ૧૩૫ અને ૨૦૧૭માં ૧૪૦ શાળાઓ રહી હતી. ૨૦૧૬માં A ગ્રેડમાં શાળાઓ તથા ૨૦૧૭માં ૬૦૮ શાળા રહી હતી. બી ગ્રેડમાં ૨૦૧૬માં ૨૯૧ અને ૨૦૧૭માં ૨૫૦ શાળાઓ તેમજ c ગ્રેડમાં ૨૦૧૬માં ૫૨ અને ૨૦૧૭માં ૩૨, તેમજ ડી ગ્રેડમાં ૨૦૧૬માં ૨૨ શાળા અને ૨૦૧૭માં માત્ર સાત શાળાઓ ડી ગ્રેડમાં આવી હતી. આમ રાજય સરકારના ગુણોત્સવના પરિણામે પાછલા વર્ષોમાં શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારાત્મક ફેરફારો થયા છે. સરકાર દ્વારા શિક્ષકોની ભરતી, ઓરડાઓની સુવિધા જેવા અનેક પગલાઓના પરિણામે આ ફેરફારો થયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY