વોશિંગ્ટન,તા.૨૯
કેટલાક તારા પર થતા ભીષણ વિસ્ફોટ (સુપર ફ્લેયર) તેની પરિક્રમા કરી રહેલા ગ્રહોના વાયુમંડળને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ગ્રહ પર જીવનની સંભાવના ખતમ થઇ શકે છે. વિજ્ઞાનીઓએ અમેરીકી સ્પેસ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપની મદદથી એ વાતની જાણ મેળવી છે.
તેમના જણાવ્યા મુજબ આ વિસ્ફોટોની ઊર્જા સૂર્ય પર થનારા વિસ્ફોટો કરતાં પણ ૧૦,૦૦૦ ગણી વધુ હોય છે. ઉલ્લેખનીય છે કે હબલ ટેલિસ્કોપ હેબિટેબલ ઝોન એન્ડ એમ ડ્વોર્ફ એક્ટિવિટી એક્રોસ ટાઇમ નામના પ્રોગ્રામ હેઠળ એ તારાનો અભ્યાસ કરી રહ્યું છે.
આ અભ્યાસ ધ એસ્ટ્રોફિઝિકલ નામના જર્નલમાં પ્રકાશિત થયો છે, તેમાં જણાવાયું છે કે એમ ડ્વાર્ફ કે રેડ ડ્વાર્ફ તારા આકાશગંગામાં વધુ માત્રામાં રહેતા સૌથી નાના અને સૌથી વધુ દિવસ સુધી જીવિત રહેતા તારા છે. આ તારા પર થનારા વિસ્ફોટથી નીકળનાર કિરણો તીવ્ર ચુંબકીય ક્ષેત્રના કારણે સૂર્ય જેવા તારા કરતાં ખૂબ ચમકીલા હોય છે.
વિજ્ઞાનીઓએ એ પણ જાણ્યું કે માત્ર ચાર કરોડ વર્ષ જૂના તારાનું સુપર ફ્લેયર તેનાથી વધુ જૂના તારાની સરખામણીમાં ૧૦૦થી એક હજાર ગણું વધુ તીવ્ર હોય છે. ખગોળશાસ્ત્રીઓનું એમ પણ કહેવું છે કે તારા પર થતા વિસ્ફોટો ગ્રહોના વાયુમંડળને પ્રભાવિત કરે છે.
પરંતુ એ જરૂરી નથી કે તેના લીધે અહીં જીવન હોવાની સંભાવના સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે. તે ગ્રહોનું જીવન આપણા અનુમાન કરતાં અલગ હોઇ શકે છે. વિસ્ફોટથી નષ્ટ થયેલા વાયુમંડળ ફરી વખત ઠીક થવાની પ્રક્રિયા પણ થઇ શકે છે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




