જમ્મૂ-કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૫ આંતકવાદીઓ ઠાર

0
34

જમ્મુ-કાશ્મીરના તંગધારમાં સેનાએ આતંકવાદીઓની ઘુસણખોરીને નાકામ બનાવી
શ્રીનગર,તા.૨૬
ઉત્તર કાશ્મીરના સરહદ પર આવેલ કુપવાડાના કેરન સેકટરમાં સેનાએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. વિદેશી આતંકીઓનું એક મોટું ગ્રુપ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીને લઇને આતંકીઓ પીઓકે તરફ ભાગી ગયા હતા. જો કે મળતા અહેવાલ મુજબ સેનાએ ઘૂસણખોરી કરી રહેલા પાંચ આતંકીઓને ઠાર કર્યાં છે.
આ દરમિયાન કેટલોક સામાન અહીં જ રાખીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેને લઇને આ વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
આજ રોજ સવારે છ વાગ્યાની આસપાસ પીઓકેમાંથી આધુનિક હથિયારથી સજ્જ ૧૪ થી ૧૫ વિદેશ આતંકીઓનો એક જથ્થો કેરન સેકટરમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેકટરના વાજિરન શાલેભુટૂ વિસ્તારમાં સેનાની ૫ જીઆરના જવાનોએ નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ગતિવિધી જાઇ હતી.
સેનાએ ઘુસણખોરી કરી રહેલા આતંકીનો રોક્યા હતા. સેનાએ આતંકીઓ સાથે અથડાણ કરી હતી. તેના પર આતંકીઓ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેને સેનાઓ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય જવાનોએ કરેલા ફાયરિંગથી ગભરાયેલા આતંકીઓ પીઓકે તરફ ભાગી ગયા હતા.
ભાગતા સમયે આતંકીઓનો કેટલોક સામાન અહીં રહી ગયો હતો. જેને સેનાઓ પોતાની પાસે લઇ લીધો હતો. જપ્ત થયેલા સામનામાં ચાર બેગ, બે એલ્યુમિનિયમની સીડી તેમજ એક વોકિંગ સ્ટિકનો સમાવેશ થાય છે.
ભારત સરકાર દ્વારા રમઝાન મહિનામાં કાશ્મીરમાં સીઝફાયરના નિર્ણયના નિર્ણય બાદ આતંકવાદી ગતિવિધોમાં ઘણો વધારો થયો છે. જોકે સુરક્ષાબળો પણ એટલા જ સતર્ક બન્યા છે. સરહદ પારથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે અને એક પણ પ્રયાસ સફળ નથી થવા દેવામાં આવી રહ્યો.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગત શુક્રવારે કહ્યુ હતુ કે જમ્મૂ-કાશ્મીરમાં સેના દ્વારા અટકાવવામાં આવેલા અભિયાનની સમય મર્યાદા વધારવામાં આવી શકે છે, પરંતુ આતંકવાદીઓની કોઇ પણ હરકત પર વિચાર કરવો પડશે. પાકિસ્તાને જો શાંતિ યથાવત રાખવી હોય તો તેમણે રાજ્યમાં આતંકવાદી મોકલવાનું બંધ કરી દેવું જોઇએ.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY