ગુવાહાટી,તા.૨
દેશના પૂર્વોત્તર રાજ્ય અસમના સમાજ કલ્યાણ પ્રધાન પ્રમિલા રાની બ્રહ્માએ શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં કહ્યું કે, છેલ્લા ૧૮ વર્ષમાં રાજ્યમાં અંધ-વિશ્વાસ સાથે જાડાયેલી ડાકણ સમજવાની ઘટનાઓના કારણે ઓછામાં ઓછા ૧૬૧ લોકોના મોત થયાં છે. પ્રમિલા બ્રહ્માએ વધુમાં કહ્યું કે, ૨૦૦૧થી રાજ્યમાં જાદુ-ટોણાના ૧૩૩ કેસ નોધાયા છે. અંધ-વિશ્વાસ સંલગ્ન આ સમસ્યા રાજ્યના તમામ ૧૭ જિલ્લામાં ફેલાયેલી છે. આ યાદીમાં કોકરાઝાર સૌથી ઉપર છે. જ્યારે ૪૫ લોકોએ આ અંધવિશ્વાસના કારણે જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ ચિરાંગમાં ૨૪ અને ગોઆલપારામાં ૧૭ લોકોના મોત થયા છે.
પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને વિધાનસભાના સભ્યોએ સરકારને આ સામાજિક કુરીતિ વિરુદ્ધ જાગરુકતા ફેલાવવા અને પીડિતોનો મદદ કરવા યોગ્ય પગલાં ભરવા અનુરોધ કર્યો છે.
પ્રમિલા બ્રહ્માએ વિવિધ ધારાસભ્યોના સૂચનો પર કહ્યું કે, સરકાર અંધશ્રદ્ધાથી પીડિત પરિવારોને આર્થિક સહાય કરવાનો વિકલ્પ વિચારી રહી છે. અસમ સરકારના પ્રધાને ધારાસભ્યોને અનુરોધ કર્યો કે એ સામાજિક દુષણો વિરુદ્ધ લડતી અર્ધ સરકારી સસ્થાઓને મદદ કરે. કોંગ્રેસના ધારાસભ્ય દુર્ગા ભૂમિજીએ કહ્યું કે, અંધવિશ્વાસના કારણે લોકો સાથે અમાનવીય વર્તન કરાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



