મુંબઇ,તા.૨
આજકાલ રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ‘ગલી બોય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે બાદ તેની વધુ એક ફિલ્મ ‘૮૩’નું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મ માટે કાસ્ટ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. હાલમાં જ ફિલ્મ માટે વધુ એક કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે.
ફિલ્મ ‘૮૩’ના નિર્માતા સતત સ્કારકાસ્ટની જાહેરાત કરી રહ્યાં છે. આવા આ ફિલ્મ માટે વધુ એક નામની જાહેરાત થઇ છે. જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે હાલમાં જાહેરાત કરી કે, યુ-ટ્યૂબ સ્ટાર સાહિલ ખટ્ટર ફિલ્મ ‘૮૩’માં ક્રિકેટર સૈયદ કિરમાણીના પાત્રમાં જાવા મળશે. તરણે ટ્વિટ કરતાં લખ્યું, જાણીતા યુ-ટ્યૂબ સ્ટાર સાહિલ ખટ્ટર ફિલ્મ ‘૮૩’માં ક્રિકેટર સૈયદ કિરમાણીના પાત્રમાં નજરે પડશે. આમાં રણવીર સિંહ, કપિલ દેવના પાત્રમાં જાવા મળશે. ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, મધુ મેંટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર ખાન પ્રોડ્યુસ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહે ફિલ્મની તૈયારી શરુ કરી દીધી છે. તે ડાયરેક્ટર કબીર ખાન સાથે મુંબઇના એક ગ્રાઉન્ડમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



