અમારી સરકાર કૌભાંડના રાજદારને ભારત લાવીઃ પીએમ મોદી

0
9

અસમમાં વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
અટલજીની સરકાર ફરી આવી હોત તો ૨૦૦૮ સુધીમાં પુલનું કાર્ય પુરુ થઈ ગયુ હોત
ગુવાહાટી,તા.૨૫
પીએમ મોદીએ હેલિકોપ્ટર કૌભાંડની વાત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. મોદીએ કહ્યું કે, કોઇએ વિચાર્યું પણ નહોતું કે, હેલિકોપ્ટર ડિલમાં થયેલા કૌભાંડના રાજદાર ભારત આવશે.
પીએમ મોદીના ધેમાજી ડિસ્ટ્રિક્ટ અને ડિબ્રૂગઢ જિલ્લાની વચ્ચે બનેલા રેલ-રોડ બ્રિજ (બોગીબીલ પુલ)ના ઉદ્દઘાટનના અવસરે આ વાત કહી હતી. તેમણે વિકાસના મુદ્દા ઉપર પણ પૂર્વની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તે દરમિયાન અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલ પણ હાજર રહ્યા હતા.
પીએમે કહ્યું કે, પહેલા વિકાસ પરિયોજનાઓને લાગૂ કરવામાં કોઇ કારણ વગર હિચકિચાહટ જાવા મળતી હતી. એનડીએ સરકારે આ વલણ બદલ્યું છે. તેમણે કહ્યું કે, આજ અમારી કામ કરવાની રીત છે. પીએમ મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર ખતમ થવાથી દેશનો વિકાસ થાય છે. અમારી રમતોમાં પણ તેની અસર જાવા મળે છે. અસમ સહિત દૂરના ગામોમાંથી યુવાનો દેશનું નામ રોશન કરી રહ્યા છે. હિમા દાસ સહિત અનેક યુવા સાથી દેશનું નામ રોશન કરી રહ્યા છે.
જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. તમને બધાને દેશનો સૌથી લાંબો રેલ-રોડ બ્રિજની શુભેચ્છા. એટલું જ નહીં, સંબોધનની શરૂઆત પીએમ મોદીએ આસામી ભાષામાં કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સુશાસન માટે વિખ્તાત આપણા બધાના શ્રદ્ધેય અટલ બિહારી બાજપેયીજીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસને અમે સુશાસન રૂપમાં મનાવીએ છીએ. તેમણે કહ્યું કે, આ બ્રિજ માત્ર એક બ્રિજ નથી પરંતુ અસમ અને અરૂણાચલના લોકો માટે લાઇફ લાઇન છે. આ બ્રિજના કારણે ઇંટાનગર અને ડિબ્રૂગઢની વચ્ચેનું અંતર ૨૦૦ કિમીથી પણ ઓછું થઇ ગયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લગભગ ૧૬ વર્ષ પહેલા અટલજી અહીં આવ્યા હતા. તેમનું સપનું હતું કે, બોલીગીલ બ્રિજનો વિકાસ થાય. આ બ્રિજ તેમણે શ્રદ્ધાંજલિ છે. જ્યારે ૨૦૦૪માં બાજપેયીજીની સરકાર ગઇ, ત્યારપછી વિકાસ સાથે જાડાયેલા પ્રોજેક્ટ પુરા થયા નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY