હૈદરાબાદ,તા.૨૯
આમ તો લોકસભાની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની વિપક્ષ માગણી ચૂંટણી પંચ અને સરકાર બન્નેએ ફગાવી છે છતાં ચૂંટણી એક એવી બદલા છે કે, કયારેક થુકેલું ચાટવું પડે છે. કહેવાનો મતલબ એ છે કે, તેલંગણાના નિઝામાબાદ લોકસભા મતક્ષેત્રમાં ૧૧મી એપ્રિલે મતદાન છે અને અહીં બેલેટ પેપરથી મતદાન કરાવવાની પંચને ફરજ પડી છે. આ લોકસભાની બેઠક પર કુલ ૧૮૫ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ઈવીએમનો ઉપયોગ થઈ શકે એમ જ નથી. આ બેઠક પરથી તેલંગણાના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવના સુપુત્રી કવિતા ચુંટણી લડી લડી રહ્યાછે. કવિતા સિટિંગ એમપી છે અને એમને ફરિવાર ટિકિટ મળી છે.
તેલંગણાના ચીફ ઈલેકટોરલ ઓફિસર રજતકુમારે પત્રકારોને એવી માહિતી આપી છે કે, આ બેઠક પર ટોટલ ૧૮૫ ઉમેદવારો થઈ ગયા છે ત્યારે ઈવીએમની વ્યવસ્થા પુરતી નથી. મુકત અને ન્યાયી ચૂંટણી કરાવવા માટે વ્યવસ્થાના ભાગપે બેલેટ પેપરથી જ મતદાન કરાવવું પડશે અને આ માટેની તૈયારી પણ થઈ ગઈ છે. આ મ તો આ બેઠક માટે ૨૦૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા પરંતુ ચકાસણી બાદ ૧૮૫ ઉમેદવારો અધિકૃત રહ્યા છે અને બધાને ઈવીએમમાં સમાવવા શકય નથી. આ બેઠક પર મુખ્ય હરિફાઈ મુખ્યમંત્રીના સુપુત્રી કવિતા, ભાજપ અને કોંગીના ઉમેદવારો વચ્ચે છે. કવિતાનું પલડુ ભારે લાગે છે.
આશ્ર્ચર્યની વાત એ છે કે, આ બેઠક પર ૧૭૮ જેટલા ખેડૂતોએ અપક્ષ ઉમેદસારી નોંધાવી છે. શઆતમાં તો ૧ હજાર જેટલા ખેડૂતો અપક્ષ ચૂંટણી લડવા માગતા હતા. પરંતુ રાજકીય પક્ષો તરફથી દબાણ અને સમજાવટથી ખેડૂતો પાછા હટી ગયા હતા છતાં ૧૭૮ ખેડૂતો ચૂંટણીના મેદાનમાં છે. બીજા રાજ્યો માટે પણ પ્રેરણા આપી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




