તિરુપતિ મંદિરમાં માત્ર લાડુ વેચીને એક મહિનામાં અધધધ…રૂ. ૧.૧૧ કરોડની આવક

0
6

હૈદરાબાદ,તા.૧૧
દેશના સૌથી અમીર મંદિર તિરુપતિ બાલાજી મંદિરની વાર્ષિક આવકમાં વધારો થયો છે. મે ૨૦૧૮ની સરખામણીમાં મે ૨૦૧૯માં તિરુપતિ મંદિરની કમાણીમાં ૩.૧ ટકા વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૦૧૮માં તિરુપતિ મંદિરની હુંડીમાં ૮૬.૩૫ કરોડ રૂપિયા આવ્યા હતા, તો મે ૨૦૧૯માં ૮૯.૨ કરોડ રૂપિયા જમા થયા છે.
આમ તો તિરુપતિ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોની ભીડ જામેલી હોય છે, પરંતુ મે મહિનામાં અહીં સૌથી વધુ ભીડ ઉમટતી હોય છે. આ મહિનામાં અહીં બાકી મહિનાની સરખામણીમાં વધુ શ્રદ્ધાળુઓ આવે છે. મે ૨૦૧૮માં અહીં ભગવાન વેંકટેશના દર્શન માટે ૨૪,૮૧,૪૨૯ શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. તો મે ૨૦૧૯માં અહીં પર ૨૫,૮૯,૨૨૮ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ભક્તોની સંખ્યામાં અહી અંદાજે ૪.૩ ટકા વધારો જાવા મળ્યા હતા.
તિરુપતિ આવનારા શ્રદ્ધાળુઓ માટે તિરુપતિના લાડુનો પ્રસાદનો સૌથી વધુ ક્રેઝ રહે છે. ગત મે મહિનાની સરખામણીમાં આ વર્ષના મે મહિનામાં લાડુઓના વેચાણમાં ૯.૫ ટકા વધારો જાવા મળ્યો છે. મે ૨૦૧૮માં ૧,૦૧,૯૮,૩૫૦ લાડુ શ્રદ્ધાળુઓએ ખરીદ્યા હતા. તો મે ૨૦૧૯માં ૧,૧૧,૬૩,૬૬૫ લાડુ ખરીદાયા હતા. જ્યારે કે, ગત મે મહિનાની સરખામણીમાં ૯,૬૫,૩૧૩ લાડુ વધુ ખરીદાયા છે.
મંદિર બોર્ડમાં દરેક તરફથી આવક વધી રહી છે, તો વાળથી થનારી કમાણીમાં ઘટાડો થઈ રહ્યો છે. મે ૨૦૧૮માં જ્યાં ૧૩,૪૧,૨૨૬ લોકોએ પોતાના વાળના દાન કર્યા હતા. તો મે ૨૦૧૯માં ૧૨,૬૬,૪૩૨ લોકોએ પોતાના વાળનુ દાન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY