હૈદરાબાદ,તા.૨
તેલંગાણાના સૂર્યાપેટ જીલ્લામાં ચૂંટણીમાં પૈસા વહેંચવાના આરોપ હેઠળ એક વ્યકિતના સામે પોલીસે કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી પંચાયતની ચૂંટણીમાં તેમની પત્નીના પક્ષમાં વોટ આપવા માટે મતદાતાઓમાં રૂપિયા વહેંચ્યા હતા. જા કે પત્ની ચૂંટણીમાં હારી જતા તેણે મતદારો પાસે પૈસા પાછા માંગ્યા હતા. પોલીસના કહેવા મુજબ, પ્રભાકરની પત્ની જાજીરેડ્ડીગુડેમ ગામથી વોર્ડ મેમ્બરની ચૂંટણી લડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા પોલીસે આ મામલાની તપાસ કરાવી હતી. ત્યારબાદ આરોપી સામે કેસ દાખલ કરવામા આવ્યો હતો.
ચૂંટણી આયોગના અધિકારીઓએ જણાવ્યુ કે તેલંગાણામાં પંચાયતની ચૂંટણી બે તબક્કામાં કરવામા આવી હતી. પહેલા તબક્કાનું મતદાન ૨૧ જાન્યુઆરીએ જ્યારે બીજા તબક્કાનું મતદાન ૨૫ જાન્યુઆરીના રોજ કરવામા આવ્યુ હતુ. આરોપી પ્રભાકરની પત્ની જા વોર્ડથી ચૂંટણી લડી હતી તેના માટે ૨૫ જાન્યુઆરીના રોજ વોટિંગ થયુ હતુ. પ્રભાકરે મતદારોને નોટોની વહેંચણી કરીને પોતાની પત્નીને વોટ આપવા જ જણાવ્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




