હાલોલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતા વાતાવરણ તંગ બન્યું છે. હાલોલમાં અંગત અદાવતનાં ઝઘડા બાદ પોલીસ પર હુમલા નો બનાવ મોડી રાતે બન્યો હતો, જેમાં લઘુમતી કોમનાં ટોળા દ્વારા પોલીસનાં વાહનો પર પથ્થરમારો કરવામાં આવતા એ.એસ.પી.નાં વાહન સહિત 4 પોલીસ વાહનોને નુકશાન પહોંચ્યું હતું.
હાલોલનાં પાવાગઢ રોડ ખાતે બે કોમનાં શખ્સ વચ્ચે કોઈ કારણોસર થયેલ મારામારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લઘુમતિ કોમનાં મોટા ટોળા એકત્રિત થયા હતા જે બાબતની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ લઘુમતિ કોમનાં મોટા ટોળા દ્વારા પોલીસનાં વાહનો પર ભારે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેનાથી પોલીસનાં 4 જેટલા વાહનોને નુકશાન થયું હતું, પોલીસ પર થયેલ હુમલાથી સ્થિતિ કાબુ બહાર જતી જોઈ હાલોલ સિવાય કાલોલ, પાવાગઢ,અને ગોધરા પોલીસની કુમક બોલાવી લેવાઈ હતી, ત્યારબાદ સ્થિતિ ને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા હાલ રાયોટીંગનો ગુનો નોંધી 8 જેટલા શખ્સો ની અટકાયત કરવામાં આવી છે, હાલ પોલીસ અત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્થિતિ કાબુમાં જણાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






