બાતમીના આધારે માંજલપુર નાકા પાસેથી વાહન ચોરની ધરપકડ

0
29

વડોદરા:
માનનીય પોલીસ કમિશ્નર મનોજ શશીધર સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી ઉપરાંત મિલ્કત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા ઇન્ચાર્જ પો.ઈન્સ, એસ.ઓ.જી. નાઓને આપેલ સુચના આધારે તા.૦૧/૦૬/ર૦૧૮ ના રોજ એચ.એમ.ચૌહાણ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. નાઓની દોરવણી મુજબ એ.એસ.આઇ યુવરાજસિંહ તથા ટીમના માણસો હે.કો.હેમંત તુકારામ, પો.કો. ગોપાલસિંહ, પો.કો. જયેશભાઇ, પો.કો. રણજીતસિંહ, પો.કો.ગોપાલભાઇ વિગેરે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. ગોપાલસિંહ પ્રતાપસિંહનાઓને મળેલ બાતમી આધારે માંજલપુર નાકા, પેટ્રોલપંપ પાસેથી એક વાહન ચોરની ધરપકડ કરી.
પો.કો. ગોપાલસિહને બાતમી મળેલ કે ”માંજલપુર નાકા,પેટ્રોલપંપ પાસે એક ઇસમ નામે ઇશ્વર કોળીનાનો તેની પાસેની હીરો હોન્ડા સ્પેન્ડર મો.સા. નં-જીજે-૦૭-એઇ-૧૭૧૮ની વેચવા ફરે છે. અને આ મો.સા. ચોરીની હોવાનુ જણાય છે.” જે બાતમી આધારે ટીમ એસ.ઓ.જી.ના માણસોએ સદર જગ્યાએથી ઇશ્વરભાઇ ઉર્ફે જહાંગીર નાના બાગુલ (કોડી) રહે.કિશનનગર, હેવી વોટર સામે, ઝવેરીભાઇના મકાનમાં, દંતેશ્વર,વડોદરા મુળ રહે.દોન્ડાઇચા ગામ, બગુવા ચોક, મિત્રમંડલ, તા.સિંધખેડા જી.ધુલે, મહારાષ્ટ્રનાનો હોવાનુ જણાવેલ સદરી ઇસમ પાસે તેના કબજા ભોગવટાવાળી હીરો હોન્ડા સ્પે.મો.સા.નં–જીજે-૦૭-એઇ-૧૭૧૮ કિ.રુા.૧૮,૦૦૦/-ની સાથે ઝડપી પાડેલ ઉપરોકત ઇસમની ઘનિષ્ઠ પુછપરછમાં તેણે આ હીરો હોન્ડા સ્પેલન્ડર આજથી ત્રણેક મહીના ઉપર માંજલપુર મેગા મોલ પાસેની સોસાયટી ખાતેથી ચોરી કરેલાની જણાવતાં સદર મો.સા. કિ.રુા.૧૮,૦૦૦/-ની કબ્જે કરી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મોટર સાયકલ અંગે રેકર્ડ આધારીત ખાત્રી કરતા માંજલપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-પર/૧૮ ઇપીકો ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઇ આવેલ હોય તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મુદામાલ સાથે માંજલપુર પો.સ્ટે.ને સોપેલ છે.

રિપોર્ટર : રોનકભાઈ, વડોદરા.
મો. 70161 44991

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY