મુંબઇ,તા. ૧૩
અભિનેત્રી વાણી કપુરને સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી. જો કે તે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. હવે તે અન્ય એક ફિલ્મ પણ સ્વીકારી ચુકી છે. જે રણબીર કપુર સાથે છે. શમશેરા નામની ફિલ્મમાં રણબીર સાથે તે દેખાશે. આ ફિલ્મનુ શુટિંગ વર્ષ ૨૦૧૮ના અંતમાં શરૂ કરાશે. વર્ષ ૨૦૧૯ના મધ્યમાં ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે તમિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે. તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. વાણી કપુર એક્શન ફિલ્મ માટે વધારે ફિટ અભિનેત્રી હોવાનો દાવો બોલિવુડમાં લોકો કરે છે. ચોપડા બેનર સાથે તેના સારા સંબંધ રહેલા છે. વાણી કપુર ટાઇગર શ્રોફ અને રિતિક રોશન જેવા એક્શન સ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ ભારે ખુશ દેખાઇ રહી છે. વાણી પાસે હવે બે મોટી ફિલ્મ આવતા તે હવે ચર્ચામાં રહે તેવી શક્યતા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




