હાલ મા શૈક્ષણીક ખચઁ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે ગરીબ પરીવાર પોતાના બાળકો ને ભણતર થી છોડી ન દે અને તેમને મદદ રુપ થવા આ પ્રોજેકટ કરવામા આવ્યો.
આ પ્રોજેકટ મહાપસ્તી અભિયાન થકી એટલે કે હળવદ મા રહેલ તમામ શાળાઓ,સોસાયટી દરેક જગ્યા એ થી પસ્તી ભેગી કરવામા આવી 3000 કીલો પસ્તી ભેગી કરી તે પસ્તી વેચી મળેલ રકમ તેમજ દાતાઓ પાસેથી દાન ઉધરાવી આ પ્રોજેકટ કરવામા આવ્યો.
આ કીટ મા ચોપડા,નોટબુક કંપાસબોકસ,પેન્સીલ,સંચો,
ચેકરબર તેમજ બોલપેન વગેરે વસ્તુઓ ની કીટ બનાવી 3400 નંગ ચોપડા,1000 નંગ નોટબુક તેમજ 1500 નંગ કંપાસ પેન્સીલ,સંચો જેવી કુલ 100000 રુપીયા ની કીંમત ની વસ્તુઓ વિનામુલ્યે આપવામા આવી .
આ પ્રોજેકટ માટે ગૃપ ના સભ્યો દરરોજ કીટ બનાવવા ભારે જહેમત ઉઠાવતા હતા.
દરરોજ 2-3 શાળાઓ ના બાળકો ને આપી એમ ટોટલ હળવદ ની 8 અને ગામડાની 2 એમ 10 શાળાઓ મા સાત દિવસ સુધી જઈને આપવામા આવી.
હળવદ ની પેસેન્ટર શાળા નં- 1,શાળા નં-4 ,6,9,10,5 ,ડી.વી પરખાણી,રાજોધરજી હાઈસ્કુલ,ઉમીયાનગર પ્રાથમીક શાળા,દીધડી઼યા વાડી વિસ્તાર એમ 10 શાળા ના ઘોરણ 1 થી 10 ના ટોટલ 1500 વિધાથીઁ ને વિનામુલ્યે કીટ આપવામા આવી.
આ કીટો થી બાળકો ખુબ ખુશ થઈ ગયા હતા.
બાળકો ને આગળ ના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રોજેકટ ને સફળ બનાવવા ગૃપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ,અમન ભલગામા,દિવ્યાંગ શેઠ ,ગૌતમ શેઠ,મધુરમ ડેલાવાળા,વિસાલ ગોસાઈ,વિપુલ કરોત્રા , મયુરભાઈ ગાંધી સહીત ના હાજરી આપી હતી.
મયુર રાવલ હળવદ
મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"