શાળાનું પરિણામ નહીં બગડે તે માટે ૬ વિદ્યાર્થીનીને એક્ષ્ટર્નલ બતાવી દીધી
સંચાલકે બિન્દાસ જણાવ્યું કે, અભ્યાસમાં તમામ નબળી હતી એટલે એક્ષ્ટર્નલ બતાવી હતી : શિક્ષણ મંત્રી સુધ
વાપીના નામધા ચંડોળ ગામે આવેલી સરકારી શાળાના સંચાલકોએ શાળાનું પરિણામ નહીં બગડે તે માટે ૬ વિદ્યાર્થિનીઓને ધો.૧૦ની પરીક્ષામાં એક્ષ્ટર્નલ વિદ્યાર્થી તરીકે દર્શાવી દેતાં મામલો બિચક્યો છે.
રેગ્યુલર વિદ્યાર્થીઓ હોવા છતાં શાળાએ ધો.૧૦ના બોર્ડના ફોર્મમાં વાલીઓ પાસેથી ખોટી સહી લીધી હતી. ધો.૧૦ના જાહેર થયેલા પરિણામોની માર્ક્સશીટમાં એક્ષ્ટર્નલ વિદ્યાર્થિની દર્શાવતા સમગ્ર મામલો સામે આવતાં શિક્ષણમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે.
વાપીના નામધા ચંડોળ ખાતે આવેલી સરકારી સાર્વજનિક શાળામાં પ્રીતિ ચંદ્રકાંતભાઈ પટેલ નામની વિદ્યાર્થિની ધો.૧૦માં અભ્યાસ કરતી હતી. પ્રીતિની સાથે અન્ય પાંચ વિદ્યાર્થિનીઓએ વર્ષ ૨૦૧૭-૧૮ માટે ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપી હતી.
જાહેર થયેલા પરિણામોમાં તમામ વિદ્યાર્થિનીઓને ઈન્ટરનલ માર્ક્સ આપવામાં આવ્યા ન હતા અને તેઓ નાપાસ થઇ હતી. માકર્શીટમાં તેઓને એક્ષ્ટર્નલ વિદ્યાર્થી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ અંગે પ્રીતિ અને અન્ય વિદ્યાર્થિનીઓના વાલીઓએ શાળા સંચાલકોને ફરિયાદ કરતાં તેઓએ જણાવ્યું કે, અભ્યાસમાં તમામ વિદ્યાર્થિનીઓ નબળી હતી. શાળાનું પરિણામ બગડે નહીં તે માટે તેઓને એક્ષ્ટર્નલ વિદ્યાર્થી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
આ બાબતે પ્રીતિ પટેલે જિલ્લા શિક્ષણાધિકારી, કલેક્ટર અને શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યા મુજબ, તે રેગ્યુલર વિદ્યાર્થી તરીકે શાળામાં હાજરી પુરાવતી હતી. છતાં શાળાના શિક્ષકો દ્વારા ધો.૧૦ની પરીક્ષા માટે તેની સાથે અન્ય પાંચેક વિદ્યાર્થિનીઓના એક્ષ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભરાવી દીધા હતા.
જેની જાણ વિદ્યાર્થિનીઓ, તેના પરિવારને કે શાળા સમિતિને પણ કરવામાં આવી ન હતી. શાળાનું પરિણામ ઊંચું આવે તે માટે વિદ્યાર્થિનીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલનારા શાળાના સંચાલકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"