રોકડ ઉપરાંત બાઈક અને કાર તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરાયો
હળવદના ઘનશ્યામગઢ ગામે મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કરી નવ પત્તાપ્રેમીઓને દબોચી લઈને રોકડ, મોબાઈલ અને વાહનો સહીત ૬.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી વિગત મુજબ જીલ્લામાં જુગાર ની બદી નાબુદ કરવા જિલા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી ઇન્ચાર્જ એલ.સી.બી પી.આઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે મળેલી હકીકત ના આધારે હળવદના નવા ઘનશ્યામગઢ ગામે ખાતે દરોડો પાડતા નરશીભાઈ શિવાભાઈ સંઘાણીના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમતો હોવાનું બહાર આવતા એલ.સી.બી ટીમે ઘટના સ્થળેથી રૂ. ૨, ૯૧,૦૦ રોકડા સાથે ૯ શખસોને ઝડપી લીધા હતા.
દરોડા દરમિયાન એલસીબી ટીમે નરશીભાઈ શિવાભાઈ સંઘાણી, ભગત ઉર્ફે ભરત મગનભાઈ ગોપાણી, ભરતભાઇ અરજનભાઈ આદ્રોજા, સુરેશ જગદીશભાઈ પારેજીયા, હરેશભાઇ દલીચંદભાઈ લોરીયા, રમેશ તળસીભાઈ ગાઢિયા, દિલીપભાઈ કરશનભાઇ વામજા, ધીરજલાલ પ્રેમજીભાઈ આદ્રોજા, લાલિતભાઈ ભગવાનજીભાઈ વિડજા નામના આરોપીઓને ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા ૨,૯૧,૭૦૦, મોટરસાયકલ નંગ – ૧ કિંમત રૂપિયા ૨૦ હજાર તેમજ ફોરવ્હીલ નંગ -૧ કિંમત રૂ. ૩,૫૦,૦૦૦ અને મોબાઈલ નંગ – ૯ કિ.રૂ.૧૫૦૦૦ મળી રૂ.૬,૭૬,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




