હળવદ પોલીસ આયોજિત ગરબીમાં મોરબી જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા.

0
119

એક હજાર થી વધુ ખેલૈયાઓ દીવા થી માં અંબા ની આરતી ઉતારી

ખ્યાતનામ ગુજરાતી કલાકારોએ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી નગરજનોને કર્યા મંત્રમુગ્ધ એસપી ડો.કરણરાજ વાઘેલાને હળવદ પોલીસ દ્વારા પાઘડીયુ સમ્માન કરાયું.

આજે નવરાત્રીના છઠ્ઠા નોરતે હળવદ શહેરની પોલીસ લાઈન ગરબીમાં ખેલૈયાઓની રાસ-ગરબાની રંગત જામી હતી. જેમાં આજે મોરબી જિલ્લા પોલીસ વડા વિશેષ અતિથિ તરીકે ખાઈ હાજરી આપી હતી. આ તકે હળવદ પોલીસ દ્વારા એસપી ડો.કરણરાજ વાઘેલાને પાઘડી બાંધી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા એસ.પી.એ મા જગદંબાની આરતીનો લ્હાવો લીધો હતો. ઉપરાંત ગરબીમાં ગુજરાતી કલાકારોએ હાજરી આપી ભારે જમાવટ પાડી હતી.

નવલા નોરતાની સમગ્ર હળવદ પંથકમાં સૌ કોઈ ગરબે ઘુમીને માની આરાધના કરવામાં આવે છે ત્યારે શહેરની પોલીસ લાઈનમાં હળવદ પોલીસ દ્વારા આયોજિત ગરબીમાં આજે છઠ્ઠા નોરતે સૌ કોઈ મન મુકીને રાસ-ગરબા લીધા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા ખાસ ઉપસ્થત રહ્યા હતા અને હળવદ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાને પાઘડી પહેરાવી વિશેષ આદરભાવ વ્યકત કરાયો હતો. આ વેળાએ હળવદ પોલીસ પરિવાર આયોજિત ગરબીને નિહાળી એસપી ડો.કરણરાજ વાઘેલાએ આયોજન બદલ હળવદ પી.આઈ. સહિત પોલીસ સ્ટાફની ભારોભાર પ્રશંસા કરી હતી.

હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં નાના-મોટા એક હજાર થી ખેલૈયાઓ એ દિવડા પ્રગટાવી મા આદ્ય શકિતની આરતી કરી હતી. તો સાથો સાથ હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ કલાકારો દેવ ઠક્કર, જીતુ પંડયા, પુજા નાયક, ગ્રેવ કંસારા સૌરાષ્ટ્ર કચ્છ ના નામાકીંત કલાકાર જેયમંત દવે એ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત ખેલૈયાઓ ને મન મુકીને ગરબા રમડીયા હતા , હળવદ ના ઈતિહાસ માં સૌપ્રથમ વાર આવુ સુંદર અને આવડી મોટી આયોજન હળવદ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ છે દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ તકે પી.આઈ. એમ.આર. સોલંકી, પી.એસ.આઈ. ચન્દ્રકાંત શુકલ, પી.એસ.આઈ. પી.જી.પનારા સહિત હળવદ પોલીસ સ્ટાફએ સમગ્ર પ્રસંગ દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી. બેસ્ટ ખૈલાયા ને પ્રથમ, બીજો, ત્રીજો, નંબર એનાયત કરવામાં આવ્યા હતા શહેર માંથી મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા.

મયુર રાવલ હળવદ મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY