નર્મદા પોલીસ ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી વારંવારનાં માર્ગદર્શન પ્રમાણે પોલીસ વેલ્ફેર માટે કાર્ય કરે છે.

પોલીસ મુખ્યમથક, જીતનગર ખાતે નર્મદા પોલીસ દ્રારા એક પોલીસ “આહાર ગ્રુહ” ઉભુ કરાયુ છે જેનું સંચાલન પોલીસવહીવટી શાખા દ્રારા પોલીસ વેલ્ફેર માટે કરવામાં આવશે.
આ આહાર ગ્રુહ ને રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝા વરદ હસ્તે પોલીસ પરિવાર અને પ્રજા માટે ખુલ્લુ મુકાયુ છે.લોકાર્પણ સમારોહમાં વડોદરા રેન્જ નાં પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને નાયબ વન સંરક્ષક ડો. કે. શશીકુમાર પણ ખાસ હાજર રહ્યા હતા.

આ આહાર ગ્રુહ માં ૧૫૦ વ્યક્તિઓ એક સાથે બેસીને જમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ આહાર ગ્રુહ માં કોઇ પણ વ્યક્તી રીલેક્ષ થઇ જમી શકે તે માટે સાઉન્ડ સીસ્ટમ અને ટીવી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આહાર ગ્રુહમાં હાઇટેક કીચન પણ બનાવવામાં આવેલ છે અને હાઇજીન ની વ્યવસ્થા તરફ પણ આ આહાર ગ્રુહ માં ધ્યાન રાખવામાં આવ્યું છે.
આહાર ગ્રુહ ની સાથે વાંસ માંથી એક હાટ પણ બનાવવામાં આવેલ છે, જેમાં ૧૦ થી ૧૨ વ્યક્તી ભોજન એક સાથે લઇ શકે તેમ છે અને સાથે સાથે કિચન ગાર્ડન પણ વિકસાવવામાં આવેલ છે.આ જ કિચન ગાર્ડન માં પકવેલા શાકભાજીનો જ આહાર ગ્રુહ માં ઉપયોગ થનાર છે તેથી તાજા અને શુદ્ધ શાકભાજી ખોરાક માં મળશે ઉપરાંત વિશેષ એક પગલું વધારતા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ અનાજ દળવાની ઘંટી પણ શરુ કરવામાં આવેલ છે.માટે નર્મદા પોલીસ દ્રારા મુખ્યમથક ખાતે આ “આહાર ગ્રુહ” ઉભુ થતાં પોલીસ પરિવારોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





