સુરતનાં સરદાર બ્રિજના વિસ્તરણ બાદ એક તરફનો ભાગ રવિવારે ખુલ્લો મુકાશેે

0
146

સુરત:

રાંદેર અઠવાગેટ વિસ્તારની ટ્રાફિક સમસ્યા થોડી હળવી થશે
નવા બનેલા ભાગથી વાહન ચાલકો સીધા રીંગરોડ પર જઈ શકશે જ્યારે
જુના હયાત બ્રિજ પરથી વાહન ચાલકો અઠવાગેટ સર્કલ તરફ જશે
સુરતની તાપી નદી પર અડાજણ-અઠવાગેટ વચ્ચે બનેલા સરદાર બ્રિજના વિસ્તરણ બાદ એક તરફને તૈયાર થયેલો ભાગ આગામી રવિવારે સવારે ખુલ્લો મુકાશે. જ્યારે અઠવાગેટથી અડાજણ તરફ આવતો ભાગનું કામ ડિસમ્બર સુધીમાં પુરી થાય તેવી શક્યતા છે. બ્રિજનો એક તરફનો ભાગ ખુલ્લો મુકાતા સવારે પીક અવર્સમાં અડાજણ તરફ ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હતું તે હળવું થશે. સુરતની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને ૧૯૯૧માં બનેાવેલા સરદાર બ્રિજને ફોર લેનમાંથી સિક્સ લેન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બ્રિજ સિક્સ લેન કરવા માટેની કામગીરીમાં ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ સુધી એક તરફનો ભાગ તૈયાર થઈ ગયો છે. આગામી રવિવારે સવારે આઠ વાગ્યે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવા આયોજન થઈ રહ્યું છે. બ્રિજ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્રિજનો એક તરફનો ભાગ ખુલ્લો મુકાતા સવારે જે ટ્રાફિક સમસ્યા થાય છે તે હળવી થશે. બ્રિજનો નવો ભાગ બન્યો છે તે ભાગમાં ચાલતા વાહનો સીધા રીંગરોડ તરફ જઈ શકશે જ્યારે અઠવાગેટ તરફ વાહન ચાલકોએ જવુ ંહોય તો જુના હયાત બ્રિજ પરથી જવું પડશે. નવો અને જુનો બ્રિજ ભેગો કરી વિસ્તરણની કામગીરી થતાં ડિઝાઈનના ભાગ રૃપે બે બ્રિજ વચ્ચે ડિવાઈડર મુકવામાં આવ્યું છે. બ્રિજ સેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષના એંત સુધીમાં બ્રિજનો અઠવાગેટથી ગુજરાત ગેસ તરફ સુધીનો ભાગ પણ પુરો થઈ જતાં ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY